Gujarat

સફળતા એટલે પરિશ્રમનું પરિણામ,,સફળતા એટલે પ્રયત્નોનું પરિણામ

રાણપુર તાલુકાના પાણવી ગામની દિવ્યાંગ ખેલાડી કાજલ બોળીયાએ મેળવ્યો સ્પેશિયલ ઓલમ્પિક વર્લ્ડ સમર ગેમ્સમાં સિલ્વર મેડલ
કાજલ બોળીયા એ વ્યક્તિગત હાઈએસ્ટ પોઇન્ટ સાથે સિલ્વર મેડલ પ્રાપ્ત કરી મેળવી અનોખી સિદ્ધી
  બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના પાણવી ગામની દિવ્યાંગ દીકરી કાજલ બોળીયાને આજે સૌ કોઇ ઓળખે છે કારણ કે આ દીકરી એ પોતાના ગામ પાણવી સહીત રાણપુર તાલુકા ને,બોટાદ જીલ્લા ને અને ગુજરાત ને તો ગૌરવ અપાવ્યું જ છે સાથોસાથ ભારત દેશનું નામ રોશન કરી આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનોખી સિદ્ધી મેળવી વિશ્વભરમાં ઝળહળી છે.જર્મની ખાતે યોજાયેલી સ્પેશિયલ ઓલિમ્પિકસ વર્લ્ડ સમર ગેમ્સમાં બાસ્કેટ બોલ ગેમમાં સિલ્વર મેડલ મેળવી કાજલ બોળીયા એ આજે દેશભરમાં આગવી ઓળખ પ્રાપ્ત કરી છે. વધુ એક ગૌરવની વાત એ પણ છે કે કાજલ બોળીયા એ વ્યક્તિગત હાઈએસ્ટ પોઇન્ટ સાથે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. બોટાદના આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે કોચ બકુલાબેન ભીમાણીના માર્ગદર્શન હેઠળ કાજલે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ સમર ગેમ્સ 2023માં 190 દેશોના કુલ 7,000 રમતવીરોએ ભાગ લીધો હતો. જે પૈકી આપણી દીકરી કાજલે આ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20230627-WA0045-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *