Gujarat

અદાણી ગેસે પીએનજીના ભાવમાં ઝીંક્યો વધારો

અમદાવાદ
અદાણીએ માત્ર ઁદ્ગય્ નહીં પરંતુ ઝ્રદ્ગય્ ના ભાવમાં પણ ખુબ વધારો ઝીંક્યો છે. નેચરલ ગેસના ભાવમાં વધારો કંપનીએ કાર્યો હતો. તે બાદ અદાણી ગેસ દ્વારા સીએનજીના ભાવમાં પણ ખુબ વધારો ઝીંક્યો. ઓક્ટોબર માસમાં જ ત્રીજી વખત ૧૧-૧૦ ઓક્ટોબરના રોજ રૂ૧.૬૩નો વધારો ઝીંકવામાં આવ્યો હતો. ત્યાર બાદ ફરી વધારો કર્યો હતો. જે ૧૮-૧૦-૨૧ના રોજથી અમલમાં આવવાનો હતો. જેમાં ૧.૫૦ નો વધારો કરતા સીએનજી પ્રતિ કિલોનો ભાવ વધીને ૬૨.૯૯ રૂપિયા થઇ ગયો હતો.અદાણી ગેસ દ્વારા સીએનજી અને પીએનજીમાં મનફાવે તેમ વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. હજુ ૧૮ ઓક્ટોબરે જ સીએનજીના ભાવમાં ૧.૫૦ રૂપિયાનો વધારો ઝીંક્યા બાદ આજથી અમલમાં આવે તે રીતે ઘર વપરાશના ઁદ્ગય્ માં વધારો ઝીંક્યો છે. ૧.૬૦ સ્સ્મ્‌ેં સુધીનો વપરાશ હશે તો નવો ભાવ રૂ.૧૦૮૯.૨૦ લાગુ પડશે. જ્યારે ૧.૬૦ સ્સ્મ્‌ેં થી વધુ વપરાશ પર રૂ.૧૩૦૭.૦૪ ચૂકવવા પડશે. જણાવી દઈએ કે અદાણી ગેસે પીએનજીનો ભાવ ૩૩.૬૦ રૂપિયા વધાર્યો છે. દિવાળીના તહેવારોને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે પ્રજા પર દરરોજ ભાવ વધારાનો બોજ ઝીંકવામાં આવી રહ્યો છે. રોજેરોજ ભાવ વધારાના કારણે હવે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે.

Adani-Gas-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *