Gujarat

મહારાષ્ટ્રની WGM દિવ્યા દેશમુખ 2જા રાઉન્ડ પૂર્ણ થયા બાદ ટુર્નામેન્ટમાં આગળ છે

ઉપરોક્ત પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન શ્રી આર.ડી. ભટ્ટ (સચિવ, સ્પોર્ટ્સ
ઓથોરિટી ઓફ ગુજરાત) દ્વારા 30.6.2023 ના રોજ અન્ય મહાનુભાવો સાથે કરવામાં
આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી કુલ 152
ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.

ટુર્નામેન્ટનો બીજો રાઉન્ડ પૂરો કર્યા બાદ મહારાષ્ટ્રની WGM દિવ્યા દેશમુખ (ELO
2389) 2 પોઈન્ટ સાથે આગળ છે. દિવ્યાએ બીજા રાઉન્ડમાં બિહારની મરિયમ
ફાતિમાને હરાવી બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ત્રીજા રાઉન્ડમાં દિવ્યા 2.7.2023ના
રોજ પશ્ચિમ બંગાળની મૃતિકા મલ્લિક સામે લડશે. બીજી તરફ ઓડિશાની IM પદ્મિની
રાઉટ (ELO 2353) 2 પોઈન્ટ સાથે બોર્ડમાં બીજા સ્થાને છે. તેણે બીજા રાઉન્ડમાં
જમ્મુ કાશ્મીરની આરુષિ કોટવાલને આરામથી પરાજિત કરેલ.
બીજી તરફ ગુજરાતની સ્ટાર ખેલાડીઓ WIM તેજસ્વિની સાગર અને WIM વિશ્વા
વાસનાવાલાએ અનુક્રમે 2 પોઈન્ટ અને 1.5 પોઈન્ટ મેળવ્યા છે જ્યારે WFM ધ્યાન
પટેલને માત્ર 1 પોઈન્ટથી સંતોષ માનવો પડ્યો છે.
આ ટુર્નામેન્ટમાં સ્વિસ સિસ્ટમ હેઠળ કુલ 11 રાઉન્ડ રમાશે. ભારતના વિવિધ
રાજ્યોમાંથી પસંદગી પામેલા ખેલાડીઓને રહેવા-જમવાની મફત સુવિધા મળી રહી છે.
ટોચના દસ વિજેતાઓને ટ્રોફી સાથે રૂ. 30 લાખના રોકડ પુરસ્કારનું વિતરણ કરવામાં
આવશે. આ ટુર્નામેન્ટ 10.7.2023 ના રોજ સમાપ્ત થશે.

64545388-3871-4371-a9e9-8f6568a696f4.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *