Gujarat

સાબરકાંઠા : હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે જાયન્ટ્સ સહિયર ગ્રુપ દ્વારા સેવાકીય કાર્યક્રમ યોજાયો.

સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે જાયન્ટ્સ સહિયર ગ્રુપ દ્વારા સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્ત્રી રોગ વિભાગમાં દર્દીઓને પૌષ્ટિક આહારનું વિતરણ તેમજ નર્સ બહેનોને સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં જાયન્ટ્સ સહિયર ગ્રુપ દ્વારા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જાયન્ટ્સ હિંમતનગર સહિયર ગ્રુપ દ્વારા સિવિલ હોસ્પિટલમાં 3 પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં સ્ત્રી રોગ વિભાગમાં 80 દર્દીઓને સુખડી અને પૌષ્ટિક આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન હેઠળ દર્દીઓને કાપડ અને કાગળની બેગ આપવામાં આવી હતી. આ સાથે જ સંકલ્પ કર્યો હતો કે, પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી પર્યાવરણ બચાવીશું. સિવિલમાં ગાયનેક વિભાગમાં સેવા આપતી 70 નર્સ બહેનોને સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ પ્રસંગે સિવિલ હોસ્પિટલના તબીબ સહિત મોટી સંખ્યામાં નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. જાયન્ટ્સ હિંમતનગર સહિયરના પ્રમુખ ડો.રીટાબેન જોશી , ઉપપ્રમુખ સોનલબેન મહેતા, દીનાબેન ભટ્ટ, મંત્રી ફાલ્ગુનીબેન ઉપાધ્યાય, ખજાનચી દર્શનાબેન પટેલ, આંતરિક ઓડિટર રાજેશ્રીબેન રહેવર સહિતના હોદ્દેદારો અને 20 સહિયર બહેનો સેવા કાર્યમાં જોડાઈ હતી. સહિયરની બહેનોએ દર્દીઓ સાથે વાતચીત કરી તેમજ તેમને શક્ય મદદની ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં સિવિલના પી.આર.ઓ ધવલભાઇ જોશી તથા અન્ય ડોક્ટર અને સ્ટાફ દ્વારા ખૂબ સારો સહકાર પ્રાપ્ત થયો હતો.

01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *