Gujarat

રાજ્યમાં વાહક જન્ય રોગ (વેક્ટર બોન ડિસીઝ-ફમ્ડ્ઢ)નિયંત્રણ માટે આરોગ્ય વિભાગની સરાહનીય કામગીરી

ડેગન્યુ તપાસ માટે ૩.૩૭ લાખ અને ચીકનગુનિયાની તપાસ માટે ૬૭ હજાર સિરમ સેમ્પલ તપાસવામા આવ્યાઃ ડેન્ગ્યુના ૩૭,૬૮૪ અને ચીકનગુનિયાના ૬,૮૩૮ કેસ નોંધાયા છે.
ફમ્ડ્ઢ રોગ નિયંત્રણ માટે ૧૯ જુન ૨૦૨૩ થી ૨૯ જુન ૨૦૨૩ સુધીમાં રાજ્યના ૭૫ ટકા હાઉસ ટુ હાઉસ સર્વેમાં તાવ સર્વેલન્સ, સોર્સ રિડક્શન અને પોરાનાશક કામગીરી પૂર્ણ ઃ ૧૦ થી ૧૯ જુલાઇ બીજાે તબક્કો શરૂ થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય વાહક જન્ય રોગ (ફમ્ડ્ઢ) નિયંત્રણ કાર્યક્રમ હેઠળ સરાહનીય કામગીરી કરવામાં આવી છે.
અત્રે છેલ્લા ચાર વર્ષની કામગીરીની સમીક્ષા કરીએ તો વર્ષ ૨૦૧૯ થી વર્ષ ૨૦૨૨ માં મેલેરીયા તપાસ માટે કુલ ૫.૯૦ કરોડ બ્લડ સેમ્પલ ટેસ્ટ કરાયા છે. જેમાંથી ૨૮,૩૬૦ જેટલા દર્દીઓ મેલેરીયાગ્રસ્ત નોંધાયા હતા.
વિગતવાર જાેઇએ તો વર્ષ ૨૦૧૯ માં ૧.૬૪ કરોડ પરીક્ષણમાં ૧૩,૮૮૩ કેસ, વર્ષ ૨૦૨૦ માં ૧.૩૦ કરોડની સામે ૪૭૭૧ , વર્ષ ૨૦૨૧ માં ૧.૪૨ કરોડની સામે ૪૯૨૧ અને ગત વર્ષ ૨૦૨૨ માં ૧.૫૧ કરોડ પરિક્ષણ કરતા ૪૭૮૫ મેલેરિયાના કેસો નોંધાયા હતા.
મહત્વની બાબત એ પણ છે કે , વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૦ માં કુલ બે મરણ નોંધાયા જ્યારે છેલ્લા બે વર્ષમાં મેલેરીયાથી એક પણ મરણ નોંધાયેલ નથી.
આવી જ રીતે ડેન્ગયુ તપાસ માટે છેલ્લા ચાર વર્ષમાં કુલ ૩.૩૭ લાખ અને ચીકનગુનિયાની તપાસ માટે કુલ ૬૭ હજાર સિરમ સેમ્પલ તપાસવામાં આવ્યા હતા. જેમાંથી ડેન્ગ્યુના ૩૭,૬૮૪ અને ચીકનગુનિયાના કુલ ૬૮૩૮ જેટલા પોઝીટીવ કેસ નોંધાયા હતા.

ગુજરાત રાજ્યમા સરેરાશ ૮૪ હજાર ડેન્ગ્યુ તપાસ અને ૧૭ હજાર જેવી ચિકનગુનિયા રોગની તપાસ કરવામાં આવે છે
અત્રે વર્ષ ૨૦૨૧ ની સરખામણીમાં વર્ષ ૨૦૨૨ માં મેલેરિયાના કેસોમાં ૨.૭૬ %, ડેન્ગ્યુના કેસોમાં ૩૯.૧ % જ્યારે ચીકનગુનિયાના કેસોમાં ૭૪.૧ ટકા જેટલો મહત્વનો ઘટાડો નોંધાયો છે.
વાહક જન્ય રોગ નિયંત્રણ સંદર્ભે વર્ષ ૨૦૨૩ની કામગીરીનો ચિતાર જાેઇએ તો રાજ્યના તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકા વિસ્તારોમાં વાહક જન્ય રોગ નિયંત્રણ કામગીરી માટેના અભિયાનના ભાગરૂપે હાઉસ ટુ હાઉસ સર્વેમાં તાવ સર્વેલન્સ અને સોર્સ રિડક્શન, પોરાનાશક કામગીરી તથા પ્રચાર-પ્રસાર જેવી પ્રવૃતિઓના બે રાઉન્ડમાં તા. ૧૯ જુનથી ૨૯ જુન સુધીના પ્રથમ રાઉન્ડમાં ૭૫ ટકા વસ્તીને આવરી લઇને આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
જ્યારે જુલાઇ માસમાં તા. ૧૦ થી ૧૯ દરમિયાન બીજાે રાઉન્ડ હાથ ધરવાનું આયોજન કરાયું છે.
આ વર્ષે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દરમિયાન ૨.૪૯ લાખ લોહીના નમૂના લેવામાં આવ્યા છે જેમાં ૧૨ પોઝીટીવ કેસોમાં સંપૂર્ણપણે સારવાર પૂરી પડાઇ છે. સર્વેલન્સ દરમિયાન જાેવા મળેલ ૪,૮૧,૧૮૬ મચ્છર ઉત્પતિ સ્થાનોનો સફળતાપૂર્ણ નાશ કરવામાં આવ્યો છે.
વધુમાં લાર્વીસાઇડના ઉપયોગથી મચ્છર ઉત્પતિ સ્થાનો પણ નાબોદ કરાયા છે તથા ૧.૮૦ લાખ ઘરોમાં ફોગીંગની કામગીરી કરાઇ છે.
વર્ષ ૨૦૨૩ દરમિયાન રાજ્યના ૨૧ જિલ્લાઓની મેલેરિયા માટે જાેખમી ૩૧૯ ગામોમાં જંતુનાશક દવા છંટકાવ નિયત બે રાઉન્ડ હેઠળ આવરી લેવાનું આયોજન છે જેમાં પ્રથમ રાઉન્ડની કામગીરી પૂર્ણ કરાઇ છે બીજા રાઉન્ડની શરૂઆત ૧ લી ઓગષ્ટ થી હાથ ધરાશે.
રાજ્યમાં વાહક જન્ય રોગ અટકાયતની કામગીરી માટે ૪૪૪ વેક્ટર કંટ્રોલ ટીમ ફાળવવામાં આવી છે. રાજ્યમાં ડેન્ગ્યુ અને ચીકનગુનિયાના ૪૨ જેટલા કેન્દ્રો કાયાર્ન્વિત કરાયા છે.

File-02-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *