Gujarat

ફિલ્ડ રિપોર્ટર્સ, પાલનપુરનો પદગ્રહણ સમારોહ પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરિભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયો

નવનિયુક્ત પ્રમુખ, મહામંત્રી સહિત તમામ સભ્યોને શપથ ગ્રહણ કરાવતા નાયબ માહિતી નિયામકશ્રી અમિત ગઢવી
સામાજિક દાયિત્વની નેમ સાથે ફિલ્ડમાં કાર્યરત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના જાગૃત પત્રકારમિત્રોના સંગઠન ફિલ્ડ રિપોર્ટર્સ, પાલનપુરનો 14 મો પદ ગ્રહણ સમારોહ પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીશ્રી હરિભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં શ્રી હરિભાઈ ચૌધરીએ ટીમ ફિલ્ડ રિપોર્ટર્સને પદ ગ્રહણ કરાવ્યું હતું. જ્યારે બનાસકાંઠાના નાયબ માહિતી નિયામકશ્રી અમિત ગઢવીએ શપથ ગ્રહણ કરાવ્યા હતા.
ફિલ્ડ રિપોર્ટર્સ, પાલનપુરના પદ ગ્રહણ સમારોહના પ્રારંભમાં પ્રાર્થના, દીપ પ્રાગટય બાદ શાબ્દિક સ્વાગત મહામંત્રીશ્રી મુકેશભાઈ ઠાકોરે કર્યું હતું. જ્યારે કાર્યક્રમના અધ્યક્ષ પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરિભાઈ ચૌધરી અને મુખ્ય મહેમાન નાયબ માહિતી નિયામકશ્રી અમિત ગઢવી અને સ્થાપક પ્રમુખશ્રી સંજય જોશીનું પુષ્પગુચ્છ, શાલ ઓઢાડી મોમેન્ટો આપી સ્વાગત કરાયું હતું. આ ઉપરાંત ઉપસ્થિત આમંત્રિત મહેમાનોનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું.
આ કાર્યક્રમના અધ્યક્ષ પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરિભાઈ ચૌધરીએ ફિલ્ડ રિપોર્ટર્સની સામાજિક દાયિત્વની પ્રવૃત્તિને બિરદાવતા સરકારની જન કલ્યાણની વિવિધ યોજનાઓને લોકો સુધી પહોંચાડવાનો અનુરોધ કર્યો હતો. તેમણે પત્રકાર મિત્રોને પણ પ્રધાન મંત્રી વીમા સુરક્ષા યોજના અને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લેવાનો અનુરોધ કરતા ફિલ્ડ રિપોર્ટર્સ વધુ પ્રગતિના શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
જ્યારે મુખ્ય મહેમાન નાયબ માહિતી નિયામકશ્રી અમિત ગઢવીએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાના વધતા જતા પ્રભાવ વચ્ચે સમાચારોની વિશ્વનિયતા ખૂબ મોટો પડકાર બન્યો છે ત્યારે ફિલ્ડ રિપોર્ટર્સના પત્રકાર મિત્રો રચનાત્મક અભિગમ સાથે સરકાર અને પ્રજા વચ્ચે સેતુરૂપ બની રહ્યા છે. તેમણે ફિલ્ડ રિપોર્ટર્સની કામગીરીને બિરદાવી પ્રજાના પ્રશ્નોને વાચા આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે સ્થાપક પ્રમુખશ્રી સંજય જોશીએ જણાવ્યું હતું કે, લોકશાહીનો ચોથો સ્થંભ ગણાતા પત્રકાર મિત્રો પણ સમાજનું અભિન્ન અંગ છે ત્યારે ફિલ્ડ રિપોર્ટર્સ, પાલનપુર સામાજિક દાયિત્વ નિભાવવાની નેમ સાથે પત્રકારત્વના નૈતિક મૂલ્યોના જતન અર્થે કાર્યરત છે.
આ પ્રસંગે નાયબ માહિતી નિયામકશ્રી અમિત ગઢવીએ ટીમ ફિલ્ડ રિપોર્ટર્સના પ્રમુખશ્રી મહેશભાઈ પ્રજાપતિ અને મહામંત્રીશ્રી મુકેશભાઈ ઠાકોર સહિતની ટીમને શપથ ગ્રહણ કરાવ્યા હતા. જ્યારે પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીશ્રી હરિભાઈ ચૌધરીએ ટીમ ફિલ્ડ રિપોર્ટર્સને કલમ રૂપી સ્મૃતિ ચિન્હ આપી પદ ગ્રહણ કરાવ્યું હતું.
કાર્યક્રમના અંતમાં આભારવિધિ દિવ્ય ભાસ્કરના બ્યુરો ચીફશ્રી નરેશભાઈ ચૌહાણે કરી હતી. જ્યારે સફળ સંચાલન જાણીતા એન્કર શ્રી મયુરભાઈ જોશીએ કર્યું હતું.
આ કાર્યક્રમમાં માહિતી ખાતાના સિનિયર સબ એડિટરશ્રી રેસુંગ ચૌહાણ, નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, પ્રબુધ્ધ નાગરિકો, ફિલ્ડ રીપોર્ટસ પાલનપુરના સભ્યો અને એમના પરિવારજનો  ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20230702-WA0079.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *