બાલાજી મંદીર,ગીરનારી આશ્રમ,શ્રીજી વિદ્યાધામ કરમડ ગુરૂકુળ,હેત વિદ્યાલય,ગીતાંજલિ સ્કુલ સહીત વિવિધ સ્થળો ઉપર ગુરૂ પૂજન કરાયુ…
ગુરૂપૂર્ણિમાંની દેશભર માં આસ્થા સાથે ઉજવણી કરવામાં આવે છે ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર પંથકમાં અનેક સ્થળે ગુરૂપૂર્ણિમાંની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી છે ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર પંથકમાં આજે ગુરૂપૂર્ણિમાં ની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં બાલાજી મંદીર ખાતે યોગેશબાપુ ના સાનિધ્યમાં,ગીરનારી આશ્રમ ખાતે યોગી પુરણનાથબાપુના સાનિધ્યમાં,શ્રીજી વિદ્યાધામ કરમડ ખાતે શ્રીજીસ્વરૂપ સ્વામીના સાનિધ્યમાં તેમજ હેત વિદ્યાલય,ગીતાંજલિ સ્કુલ ખાતે ગુરૂપૂર્ણિમાંની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી.ગુરૂ પૂજન,ભોજન,ભજન અને ભક્તિ સાથે ગુરૂપૂર્ણિમાંની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી….
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


