મહેસાણા જિલ્લાના બોરીયાવી ગામે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને સહકાર મંત્રી જગદીશ પંચાલની ગરિમામય ઉપસ્થિતિમાં આજે, તા.૪થી જુલાઈના રોજ મોતીભાઈ ર.ચૌધરી સાગર સૈનિક સ્કૂલનું ખાતમુહુર્ત કરાશે.
મોતીભાઈ ર.ચૌધરી સાગર સૈનિક સ્કૂલ મહેસાણાથી ૧૧ કી.મી દૂર બોરીયાવી ગામે ૭૫ કરોડના ખર્ચે અને ૧૧ એકર જમીનમાં નિર્માણ કાર્ય કરવામાં આવશે. કોઈ સહકારી સંસ્થા દ્વારા સંચાલિત સૈનિક સ્કૂલ સમગ્ર ભારતમાં પ્રથમ સ્કૂલ હશે.
દૂધ સાગર ડેરીની એજન્સી દૂધ સાગર રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ એસોસીએસન (ડ્ઢેંઇડ્ઢછ) દ્વારા આ સૈનિક સ્કૂલનું સંચાલન કરવામાં આવશે. રક્ષા મંત્રાલય, ભારત સરકાર દ્વારા તા.૨ ઓગસ્ટ, ૨૦૨૨નાં રોજ સૈનિક સ્કુલ માટે પરવાનગી આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ સાગર સૈનિક સ્કૂલમાં વર્ષ ૨૦૨૨-૨૩ એકેડેમિક વર્ષમાં ધોરણ-૬માં ૪૬ છોકરા અને ૪ છોકરી એમ કુલ ૫૦ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો.જયારે વર્ષ ૨૦૨૩-૨૪ નાં એકેડેમિક વર્ષમાં સીટની સંખ્યા વધારીને ૮૦ કરવામાં આવી છે. જેમાં ૧૦ ટકા છોકરીઓ માટે આરક્ષિત કરાઈ છે. ધોરણ-૬માં ૫૧ છોકરા અને ૪ છોકરી એમ કુલ ૫૫ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.હાલમાં આ વિદ્યાર્થીઓ દૂધ સાગર ડેરી સ્થિત સ્ૈંડ્ઢહ્લ્ (માનસિંહભાઈ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડેરી એન્ડ ફૂડ ટેકનોલોજી) માં અભ્યાસ કરી રહ્યા છે.
