Gujarat

શ્રી એમ ડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી એમ ડી મહેતા ગર્લ્સ હાઇસ્કુલ ધ્રોલમાં ધોરણ 10 અને12  સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાઈ ગયો

શ્રી એમ ડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી એમ ડી મહેતા ગર્લ્સ હાઇસ્કુલ ધ્રોલમાં ધોરણ 10 અને12  સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાઈ ગયો શ્રી એમ .ડી .મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ના આદરણીય ચેરમેન શ્રી ધર્મેશભાઈ મહેતા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં સંસ્થાના સેક્રેટરી શ્રી સુધાબેન ખંઢેરીયા, શિક્ષણ સંવાહક શ્રી હંસાબેન મહેતા, મુખ્ય અતિથિ વિશેષ તપસ્વી સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી અમીષભાઈ દેસાઈ, શ્રી એમ. ડી. મહેતા મહિલા મંડળના વાઇસ પ્રેસિડન્ટ શ્રી સેજલબેન મહેતા મેનેજિંગ કમિટીના સભ્યશ્રીઓ શ્રી હર્ષાબા જાડેજા, શ્રી મીના બેન શેઠ, શ્રી નીતાબેન ગાંધી સલાહકાર સમિતિના સભ્યશ્રીઓ અશ્વિનભાઈ ,નારણભાઈ ,કેશુભા, અશોકદાન અને શ્રી એમ ડી મહેતા ગર્લ્સ હાઇસ્કુલ ના આચાર્યશ્રી નીતાબેન રામાનુજ, તમામ સ્ટાફ મિત્રો, વિવિધ વિભાગના વડાશ્રીઓ અને તમામ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા .જીવન અંજલિ થાજો …પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત બાદ તેજસ્વી તારલાઓએ મહેમાનોનું કાર્ડ દ્વારા સ્વાગત કર્યું આચાર્યા
શ્રીનીતાબેને શાબ્દિક સ્વાગત કર્યું .ધોરણ 10 અને 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પ્રથમ ત્રણ ક્રમાંક તથા વિષયવાર નંબર મેળવનાર વિદ્યાર્થીઓને રોકડ ઇનામ આપીને સન્માન કરવામાં આવ્યું. આ તકે શ્રી સુધાબેન ખંઢેરીયા, શ્રી હર્ષા બા જાડેજા અને શ્રી અમીષભાઈ દેસાઈએ પોતાના પ્રસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે જો દ્રઢ સંકલ્પ ઊંચું ધ્યેય અને ખંત તથા મહેનત હોય તો વિદ્યાર્થી માટે કશું જ અશક્ય નથી .શ્રી ધર્મેશભાઈએ પોતાના અધ્યક્ષીય ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓને ઈચ્છા શક્તિ અને દ્રઢ મનોબળથી પ્રગતિ કરવા જણાવ્યું. ધોરણ 10 ની વિદ્યાર્થીની  આડેસરા ધ્રુવી અને ધોરણ 12 ની વિદ્યાર્થીની જાડેજા મહેશ્વરીબાએ પોતાના વિદ્યાર્થી તરીકેના અનુભવો રજૂ કર્યા. કાર્યક્રમ દરમિયાન ગણેશ સ્તુતિ અને તરણેતરીયો મેળો એ બે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી જેમનું માર્ગદર્શન શ્રી જાગૃતીબેન તથા શ્રી અસ્મિતાબેન અને વૈભવીબાએ આપ્યું હતું .કાર્યક્રમની આભાર વિધિ સ્વરૂપે સાંસ્કૃતિકૃતિ રજૂ કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા શ્રી રૂપાલીબેન બગથરીયા એ આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ કર્યું હતું………………..
રિપોર્ટર ::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા..

IMG20230706132354.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *