પોલીસે રોકડા રૂ.૧૨,૧૬૦ નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધાર હેઠળ ગુન્હો દાખલ કર્યો..
બોટાદ જીલ્લા SP કીશોર બળોલીયાની સુચના અને DYSP એમ.એન.રાવલના માર્ગદર્શન હેઠળ રાણપુર પોલીસ સ્ટેશનના PSI એસ.જી.સરવૈયા,ASI દશરથભાઈ રણછોડભાઈ,અશોકભાઈ વિરજીભાઈ,ધર્મેન્દ્રભાઈ શંકરભાઈ,નિલેશભાઈ નાગરભાઈ સહીતના પોલીસ સ્ટાફના માણસોએ બાતમીને આધારે રાણપુર તાલુકાના સાંગણપુર ગામે રામજી મંદીરના ચોરા પાસે કેટલાક ઈસમો ગંજીપત્તાના પાના વડે તીનપત્તી નો હારજીત નો જુગાર રમી રહ્યા હતા ત્યારે પોલીસે રેડ કરતા જુગાર રમતા ઈસમોમાં અફડાતફડી મચી ગઈ હતી અને પોલીસે જુગાર રમતા ૬ ઈસમોને ઝડપી લીધા હતા જેમાં મેરામભાઈ હમીરભાઈ મીઠાપરા,ભલાભાઈ કડવાભાઈ ધરજીયા,બુધાભાઈ ભવાનભાઈ સાપરા,સેધાભાઈ અરજણભાઈ વાટુકીયા,વનરાજભાઈ શીવરાજભાઈ ખાચર,ઘુઘાભાઈ સવશીભાઈ મીઠાપરા તમામ રહે.સાંગણપુર વાળાને રોકડા રૂ.૧૨,૧૬૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુન્હો દાખલ કરી આગળની તપાસ PSI એસ.જી.સરવૈયા કરી રહ્યા છે…