Gujarat

સાબરમતી નદીમાં સતત ત્રીજા દિવસે પાણીની આવક થતાં ડેમની સપાટીમાં વધારો

ગાંધીનગર
ઉત્તર ગુજરાતના જળાશયોમાં છેલ્લા ત્રણેક દિવસથી પાણીની આવક નોંધાઈ રહી છે. વિસ્તારના જિલ્લા અને તાલુકાઓમાં વરસાદ વરસવાને લઈ સ્થાનિક નદીઓમાં પાણીની આવક થઈ રહી છે. આ ઉપરાંત રાજસ્થાન વિસ્તારમાં પણ વરસાદ વરસવાને લઈ નદીઓમાં પાણીની આવક થઈ રહી છે. સાબરમતી નદીમાં સતત ત્રીજા દિવસે પાણીની આવક નોંધાવાને લઈ રાહત સર્જાઈ છે. ડેમની સપાટીમાં પણ વધારો થયો છે.દાંતીવાડા ડેમ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે મોટી આશા રુપ છે. ડેમમાં સતત પાણીની આવક થવાને લઈ ડેમમાં પાણીનો જથ્થો વધવા લાગ્યો છે. બનાસ નદીમાં બે દિવસથી નોધપાત્ર પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસ વિસ્તારમાં વરસાદને લઈ બનાસનદીમાં પાણીની આવક થઈ રહી છે. જેને લઈ ડેમમાં નવા પાણી ઉમેરાઈ રહ્યા છે. સાબરમતી નદીમાં સતત ત્રીજા દિવસે પાણીની આવક નોંધાઈ છે. સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં ધરોઈ ડેમથી ઉપરવાસ વિસ્તારોમાં વરસાદ સારો નોંધાતા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો હતો. આવી જ રીતે રાજસ્થાનમાં પણ સારો વરસાદ થવાને લઈ ધરોઈ બંધમાં પાણીની આવકમાં વધારો થયો હતો. સાબરકાંઠાના વિજયનગર વિસ્તારમાં પણ સારા વરસાદને પગલે હરણાવ નદીમાં પાણીની આવક થઈ હતી. જે નદી આગળ જતા સાબરમતી નદીમાં ભળવાને લઈ પાણીની આવકમાં વધારો થયો હતો. ધરોઈ ડેમમાં હાલ સપાટી ૬૧૧.૨ ફુટ નોંધાઈ છે. જે રુલ લેવરથી હવે માત્ર ૭ ફુટ દુર છે. એટલે કે ૬૧૮ ફુટની સપાટી વટાવતા જ ડેમના દરવાજા ખોલીને આવક સામે કેટલોક પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવી શકે છે. જાેકે સમય સ્થિતી મુજબ આ ર્નિણય લેવામાં આવી શકે છે.

File-02-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *