જૂનાગઢ ICDS ઘટક ભેંસાણમાં આંગણવાડી બહેનો દ્વારા આંતરરાષ્ટ્રીય ‘મિલેટસ વર્ષ (શ્રી અન્ન) મહોત્સવ’ ઉજવાયો
જૂનાગઢના ભેસાણમાં આંગણવાડી બહેનો દ્વારા ભારતના મૂળ ધાન્ય માંથી 8o જેટલી પૌષ્ટિક વાનગી બનાવવામાં આવી હતી મિલેટ્સ એટલે કે જાડા અનાજ-ધાન્યની ખેતી ભારતમાં સદીઓથી થાય છે. સિંધુ ખીણ સભ્યતા-ઇન્ડસ વેલીમાં મિલેટ્સની ખેતી અને તેના આહાર અંગેના પૂરાવા મળેલા છે.
મિલેટ્સ એટલે કે બાજરી, જુવાર, જવ, રાગી, રાજગરો વગેરે જાડા ધાન અનેક પોષક તત્વોથી ભરપૂર છે અને શક્તિદાયક છે, પાચનમાં પણ મદદરૂપ છે. મિલેટ્સના નિયમિત ભોજનથી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સ્ટ્રોક, આંતરડાના કેન્સર અને અન્ય ગંભીર બિમારીનું જોખમ ઘટી જાય છે.
તે અંતર્ગત આજ રોજ જૂનાગઢ જિલ્લાના ICDS ઘટક ભેંસાણ ખાતે આંતરરાષ્ટ્રીય મિલેટ્સ (શ્રી અન્ન) વર્ષની ઉજવણી કરવામાં આવી ભેંસાણ ઘટકના કાર્યકર બહેનો બહોળી સંખ્યામાં જુદા જુદા ભારતીય ધાન્યોમાંથી બનતી પોષ્ટિક વાનગી બનાવી લાવેલ હતા તે અન્વયે વાનગી સ્પર્ધા, વાનગી નિદર્શનનું આયોજન કરેલ હતું આ તકે અધિકારીગણ દ્વારા લાભાર્થી, કિશોરીઓ, ધાત્રી માતાઓ, સગર્ભમાતાઓને ધાન્ય વિશે માહિતી આપી હતી તેમના ફાયદાઓ જણાવેલ હતા તેમજ ઉત્તમ વાનગી,પોષ્ટિક વાનગી પ્રમાણે કાર્યકર બહેનોને ક્રમાંક પ્રમાણે પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા આ તકે જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના ચેરમેન લાભુબેન ગુજરાતી,બાળ વિકાસ યોજના અધિકારી કંચનબેન માકડીયા તેમજ ભેંસાણ ઘટક PSE જોષી નીતિનભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા..
રિપોર્ટર, મહેશ કથિરીયા
જૂનાગઢ



