જુનાગઢના વંથલી માર્કેટીંગ યાર્ડમાં ભાજપ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય થતા ગઈકાલે ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં સર્વાનુમતે ચેરમેન તરીકે ભાવેશભાઈ મેદપરા અને વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ કાનગડની વરણી કરવામાં આવી હતી. જેને તમામ સભ્યોએ આવકારી અભિનંદન પાઠવ્યા હતા.આ તકે ચુંટાયેલા હોદેદારોએ જણાવ્યું હતું કે આગામી સમયમાં માર્કેટિંગ યાર્ડ ને નુકસાનીના ખાડામાંથી બહાર કાઢી અને યાર્ડને આર્થિક રીતે સદ્ધર કરવાનાં લક્ષ્ય સાથે ફળફળાદીનું વેચાણ પણ આવનાર દિવસોમાં માર્કેટિંગ યાર્ડ માં થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે માર્કેટીંગ યાર્ડ ની ચુંટણીમાં કુલ 16 બેઠકોમાંથી ભાજપ પ્રેરિત પેનલને ખેડૂત વિભાગમાં 10,ખરીદ વેચાણ સંઘમાં 2, તેમજ કોંગ્રેસ પ્રેરિત પેનલને વેપારી વિભાગમાં 4 બેઠકો મળી હતી. આમ ભાજપે કોંગ્રેસ શાસિત માર્કેટિંગ યાર્ડમાં કબજો કરી સતા આંચકી લીધી હતી.
રિપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી


