આજ રોજ બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી જોડીયા ખાતે અને જોડીયા તાલુકાના બાલંભા.. પીઠડ તથા હડીયાણા સેજામાં મિલેટ્સ વર્ષ અંતર્ગત ઉજવણી કરવામા આવી આ કાર્યક્રમમાં મિલેંટ્સ માંથી બનવેલ વાનગી હરીફાઇ રાખેલ જેમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા અલગ અલગ મિલેટ્સ જેમકે બાજરો,રાગી વગેરે માંથી વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ અને પોષ્ટિક વાનગીઓ બનવી પ્રદર્શન કરી તેને રોજિંદા આહારમાં લેવાથી થતા ફાયદાઓ વિશે સમજાવેલ આ કાર્યક્રમમાં માનન્ય જિલ્લા પ્રમુખ શ્રી ધરમશીભાઇ ચનીયારા તથ શ્રી વલ્લભભાઇ ગોઠી તથા શ્રી ગીરધરલાલ ગઢીયાએ તથા આરોગ્ય શાખા માંથી શ્રીમતી વર્ષાબેન પંડ્યા તથા કુ.નંદનીબેન ભટ્ટ મધ્યાન ભોજન સુપરવાઇઝર મેઘનાબેનએ હાજરી આપી આંગણવાડી કાર્યકર બહેનોને પ્રોત્સાહિત્ત કરેલ અને આ વાનગી હરીફાઈમાં જે આંગણવાડી કાર્યકર બહેનોનો પ્રથમ. દ્રિતીય. તૃતીય. નંબર આવેલ તેઓને મંચષ્થ મહેમાનોના વરદ હસ્તે પ્રમાણપત્રો આપાવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા સી.ડી.પી.ઓ. શ્રી વિજ્યાબેન ગોહેલ,સેજના મુખ્ય સેવિકા શ્રી જ્યોત્સનાબેન ગુસાઈ, હેતલબેન ચનીયારા,જીતેશભાઈ વરિયા,અમીનભાઈ ઓડીયા એ ભારે જહેમત ઉઠાવી હતી……….
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા.


