Gujarat

એસ. કે. લાંગા ધરપકડથી બચવા પૂર્વ પ્રધાનના ફાર્મ હાઉસમાં છુપાયો હતો

અમદાવાદ
રૂપિયા ૧૦ હજાર કરોડના જમીન કૌભાંડમાં પૂર્વ ૈંછજી એસ.કે લાંગાની પૂછપરછમાં સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. પૂર્વ ૈંછજી એસ.કે. લાંગાએ ધરપકડથી બચવા કોંગ્રેસના પૂર્વ પ્રધાનના ફાર્મ હાઉસમાં આશરો લીધો હતો. કોંગ્રેસ નેતા બી.કે.ગઢવીના આબુના ફાર્મ હાઉસમાં પૂર્વ ૈંછજી એસ.કે.લાંગા સંતાયો હતો. ત્યારે લાંગાને આશરો આપનારાઓ સામે પણ ગુનો નોંધાઈ શકે છે. એસ.કે. લાંગાને ઝડપી પાડવા પોલીસે એક ખાસ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે વેશ પલટો કરીને વીજ કંપનીના કર્મચારી બની ફાર્મ હાઉસમાં પ્રવેશ્યા હતા. જ્યાં લાંગા ઉપસ્થિત હોવાથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે લાંગાની સેવા માટે એક નોકર પણ તૈનાત કરાયો હતો. ફાર્મહાઉસમાંથી એક શંકાસ્પદ કાર પણ મળી આવી છે. જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

File-02-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *