Gujarat

દ્વારકાના જગત મંદિર પર ધ્વજારોહણ ૨૦૨૪ સુધી ફુલ

દ્વારકા
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં રોજ લાખો ભક્તો દર્શન કરે છે. આ પૌરાણિક મંદિરમાં ધજા ચઢાવવાનું અનેરુ મહત્વ હોય છે. અહી મંદિરના શિખર પર રોજ ૫ ધજા ચઢતી હોય છે. પરંતુ હવેથી મંદિર પર પાંચને બદલે છ ધજાઓ ચઢાવવામાં આવશે. તાજેતરમાં બિપોરજાેય વાવાઝોડાના ખતરાને કારણે ભારે પવનને કારણે મંદિર પર ધજા ચઢાવવાનું બંધ કરાયુ હતું. તેમજ આ ધજા ભગવાનને પ્રસાદ રૂપે અર્પણ કરાઈ હતી. ત્યારે હવે વાવાઝોડાને કારણે ન ચઢાવી શકાયેલી ધજાને હવે ફરીથી શિખર પર ચઢાવામાં આવશે. ભારે પવનનાં કારણે લગભગ ૧૫ જેટલી ધજા ચઢાવી શકાઈ ન હતી. આમ તો પરંપરા મુજબ દરરોજ જગત મંદિરનાં શિખર પર પાંચ ધજાજી ચઢાવવામાં આવે છે. પરંતુ હવેથી ૬ ધ્વજા ચઢાવમાં આવશે. જગત મંદિર પર ધ્વજારોહણ માટે ૨૦૨૪ સુધી દાતાઓનું બુકિંગ ફુલ થઈ ગયુ છે.

File-02-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *