જૂનાગઢ
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક અકસ્માતની ઘટના જૂનાગઢના કેશોદમાં સામે આવી છે. જૂનાગઢના કેશોદમાં પોસ્ટ ઓફિસ નજીક ભયંકર અકસ્માત સજાર્ેયો છે. ક્રેઈન રીવર્સ લેવા જતા દરમિયાન મોપેડ સાથે ટક્કર થતા આ અકસ્માત સજાર્ેયો હતો. આ અકસ્માતમાં મોપેડ ચાલક યુવતીનું ઘટના સ્થળે મોત નિપજ્યુ છે. અકસ્માત સર્જાતા ક્રેઇન ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો છે. વધું એક અકસ્માતની ઘટનામાં આજે વડોદરાના પદમલા બ્રિજ પર પાર્ક ટેન્કર સાથે રીક્ષા અથડાતા બેના ઘટનાસ્થળે મોત નિપજ્યાં છે. જેમાં અકસ્માત દરમિયાન ૫ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી ધાર્મિક સ્થાન પર દર્શન કરી પરત ફરતા સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી.


