ભૂજ
રાજ્યમાં નશાકારક પદાર્થ પ્રતિબંધ હોવા છતા અવારનવાર બરામત થતા હોય છે. ત્યારે ભૂજના માધાપર પાસેથી પોલીસે ફિલ્મી ઢબે ફાયરિંગ કરી કારમાં જતા ૫ શખ્સોને ૨ કરોડના ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે. ભુજ ર્જીંય્ અને ન્ઝ્રમ્એ ૨.૧૦ કરોડની કિંમતનું ૪૨૦ ગ્રામ હેરોઈન જપ્ત કર્યું છે. આ ઝડપાયેલા ૫ આરોપી પંજાબના તરનતારન વિસ્તારના હોવાનું સામે આવ્યુ છે. આ તમામ શખ્સો સામે પંજાબમાં ગંભીર ગુના નોંધાયેલા છે. આ ઝડપાયેલા શખ્સો ડ્રગ્સનો જથ્થો કચ્છમાં કોને આપવાના હતા તેની પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે દ્ગડ્ઢઁજી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓના સંપર્કો અંગે વધુ તપાસ હાથ ધરી છે.


