રાજકોટ
રાજકોટના ગોંડલમાં એક યુવતીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. મળતી જાણકારી અનુસાર, રાજકોટના ગોંડલના સિંધાવદર ગામમાં એક યુવતીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. ૨૪ વર્ષીય જલ્પા ચાવડા નામની યુવતીએ બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. મળતી માહિતી અનુસાર, મૃતક યુવતીને બે માસનો ગર્ભ હોવાની જાણકારી મળી રહી છે. ઘટનાની જાણ થતા ગોંડલ મામલતદાર એચ.વી.ચાવડા અને તાલુકા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી તપાસ શરૂ કરી હતી.
