મહેસાણા
ચંદ્રયાન લોન્ચિંગને લઈને મહેસાણાના વિજાપુર નજીક ઋષિવન ખાતે દુનિયાના સૌથી ઉંચા ૐ નું ઉદઘાટન કરી ૐ ની પોઝિટિવ ઊર્જા થકી ચંદ્રયાનને સફળતા મળે તેવી પ્રાર્થના કરાઈ હતી. વિજાપુર નજીક ઋષિવનમાં ચંદ્રયાન લોન્ચિંગ ને લઈ ઉજવણી કરાઇ હતી. જ્યાં ચંદ્રયાન ના લોન્ચિંગને સૌથી મોટો ૐ બનાવી અનોખી ઉજવણી કરાઇ હતી. ઓમ બોલવાથી વ્યક્તિ માત્ર ને પોઝિટિવ ઊર્જા પ્રદાન થતી હોય છે. વ્યક્તિના શરીર માંથી રોગ ભગાડી દેતું હોય છે ઓમ નો ઉચ્ચાર. ત્યારે ભગવાન શિવ નું પ્રતીક એવા ૩૧×૪૧ ફૂટના ૐ નું ઋષિવન ખાતે અનાવરણ કરાયું હતું. ઉપરાંત ૧૧૦૦૦ વૃક્ષોનું પર્યાવરણ ના જતન માટે વૃક્ષારોપણ કરાયુ હતું. અને ચંદ્ર્યાન સફળતા ની શુભકામના માટે ૭૦ લાખ જેટલા વૃક્ષો વાવેતર માટે પણ આજથી શરૂઆત કરાઈ હતી.


