જામનગર
જામનગરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યારે હવે વરસાદે વિરામ લીધો છે તો રોગચાળો વકરી રહ્યો છે. જી.જી હોસ્પિટલમાં દૈનિક ઓપીડીમાં વધારો થયો છે. શરદી-ઉધરસ અને તાવના કેસમાં ઉછાળો જાેવા મળ્યો. જી.જી હોસ્પિટલમાં એક મહિનામાં જ ૧૫ હજારથી વધુ ઓપીડીના કેસ નોંધાયા છે. તો હાલ ૧૫ દિવસમાં ૯ હજારથી વધુ કેસ નોંધાયા છે. બીજી તરફ વરસાદી પાણી ભરાઈ જતા મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાની ભીતિ વર્તાઈ છે. વરસાદના વિરામ બાદ શહેરમાં શરદી-ઉધરસ અને તાવના કેસમાં વધારો થયો છે તો મચ્છરજન્ય રોગચાળો વધવાની શક્યાતા છે. જેને લઈને આરોગ્ય શાખા એકશનમાં આવ્યું છે. રોગચાળો ન ફેલાય તે માટે કામગીરી શરૂ કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી તેમજ ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરી છે. જેના કરણે મચ્છરજન્ય રોગચાળો ફેલાતા અટકાવી શકાય.


