Gujarat

વરસાદને લીધે એસ.ટી.બસો અનિયમિત થઈ જતા બોડેલી વિસ્તારની શાળાઓમાં ભણવા જતા વિદ્યાર્થીઓ અટવાયા. 

એસ.ટી. બસની રાહ જોઈને પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના બાળકો બોડેલી એસટી ડેપો ના ટર્મિનલ બિલ્ડીંગમાં કલાકો સુધી રાહ દેખીને બેસી રહે છે.ચોમાસામાં આવા દ્રશ્યો હવે સામાન્ય થઇ ગયા છે.
     બોડેલી નજીકના ગામડાઓમાંથી એસ.ટી.બસનો પાસ કઢાવી બોડેલીની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ભણવા માટે અપડાઉન કરતાં બાળકો બસોની અનિયમિતતાનો ભોગ બની રહ્યા છે.
     ચોમાસામાં વરસાદી વાતાવરણને લીધે બસો ધીમી ગતિથી દોડતી હોય છે.ગામડાના અંતરિયાળ વિસ્તારમાં રસ્તાઓ પર ખાડાઓને લીધે બસો નિયમિત સમય પત્રક પ્રમાણે ચાલી શકતી હોતી નથી. બોડેલી ડેપોમાં જેટલા પણ કુલ પેસેન્જરો હાજર હોય છે તેમાં સૌથી વધુ શાળાના બસમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓની સંખ્યા હોય છે.શાળા શરૂ થવાના અને છૂટવાના સમયે બોડેલી એસ.ટી.ડેપો પર બાળકોની ભીડ સૂચક હોય છે.
     બોડેલી સહિત છોટા ઉદેપુર જિલ્લાના એસટી ટર્મિનલ્સ પર ચોમાસામાં બસોની અનિયમિતતાના ગાળામાં બાળકોની સલામતી, તેઓની જરૂરત જેમ કે, પીવાનું પાણી, શૌચાલયની સુવિધાઓ સહિત બેઠક વ્યવસ્થાઓ પૂરતા પ્રમાણમાં છે કે કેમ? તેની કાળજી લેવી જોઈએ તેવી વાલી સમાજની માંગ પ્રબળ બની છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230716-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *