પૌષ્ટિક અન્ન (મિલેટ્સ) તેમજ પ્રાકૃતિક ખેતીથી પકવેલા મિલેટ્સનો મહત્તમ ઉપયોગ કરવા લોકોને પ્રેરણા મળી રહે એવા હેતુસર વર્ષ ૨૦૨૩માં ઇન્ટરનેશનલ મિલેટ યરની ઉજવણી થઈ રહી છે. જેના ઉપક્રમે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ મિલેટ્સ એટલે કે જાડા ધાન્યોમાં રહેલા પોષકતત્વો અને સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા શુભહેતુથી સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે.અને
ભારતની પરંપરાગત ખેત પેદાશો (શ્રી અન્ન) ના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે માનનીય વડાપ્રધાનશ્રીની હિમાયત ના પગલે સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ ૨૦૨૩ને “આંતર રાષ્ટ્રીય મિલેટ વર્ષ” તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. ત્યારે આ ઉજવણી અંતર્ગત કોટડા સાંગાણી તાલુકામાં આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા તારીખ :14/7/23 ના રોજ સેજા કક્ષાએ નંબર મેળવેલ કાર્યકર બહેનો દ્વારા મિલેટ્સમાંથી બનતી વાનગી સ્પર્ધાનું ઘટક કક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આંગણવાડી ની બહેનો એ વાંનગી બનાવી ઉજવણી કરેલ હતી. જેમાં આ તકે મામલતદાર શ્રી.જાડેજાસાહેબ અને,તાલુકા વિકાસ અધિકારીશ્રી જયદીપભાઈ થોરિયા સાહેબ,કારોબારી ચેરમેન શ્રી ધીરુભાઈ કોરાટ વિસ્તરણ અધિકારીશ્રી મુલિયભાઈ, બાળ વિકાસ યોજના અધિકારી પૂજાબેન જોશી સહીત તમામ અધિકારી પદાધિકારી એ મિલેટસની જરૂરિયાત તેમજ તેની ઉપયોગીતા વિશે ઊંડાણપૂર્વકની સમજણ આપવામાં આવી હતી. જેમાં સમગ્ર કાર્યક્રમ આઈ સીડી એસ, સ્ટાફ સહીત વર્કર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત વેરાવળ-શાપર


