Gujarat

છોટાઉદેપુર જિલ્લા માં ઠેર ઠેર આસ્થાભેર ઉજવાય રહ્યો છે દિવાસા નો તહેવાર 

છોટાઉદેપુર જિલ્લા માં ઠેર ઠેર દિવાસા નાં તહેવાર ની પારંપરિક રીતે આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે, છોટાઉદેપુર જિલ્લામાં ૯૦ ટકા કરતાં વધુ આદિવાસી સમાજ વસે છે, અહિં નાં આદિવાસીઓ ખાસ કરીને ચોમાસું ખેતી પર નિર્ભર રહેતા હોય છે, દિવાસો એ ચોમાસામાં વાવણી પ્રક્રિયા પુરી કરી ને થોડા હળવાશ અનુભવી થાક ઉતારવા જેવો તહેવાર ગણાય છે.
    છોટાઉદેપુર જિલ્લા નાં આદિવાસી સમાજ નાં વાલસિંગભાઇ રાઠવા નાં જણાવ્યા અનુસાર અહિંના આદિવાસી ઓ પ્રક્રુતિ એજ જીવન તેમ માની સાક્ષાત દેવો જેવા કે ધરતી માતા,વાયુ,પવન, અગ્નિ,મેઘ,પાણી,નદી -નાળા, પર્વતો,ડુંગરો,પહાડો, તેમજ પોતાના ખત્રી પૂર્વજો ને જ પૂજવામાં માને છે, જેઓને રાજી કરવા દિવાસા નાં આગલા દિવસે ઢાંક ના તાલે રાજીનુ ગાંયણુ કરીને તેમને રિઝવવા માં આવે છે, ખુશ કરવા માં આવે છે, અને ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન કરવામાં આવેલ વાવણી અને ખેતીવાડી સારી રહે,વાડી લીલી રહે, વાવણી નો મબલખ પાક ઉતરે તેમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે,ઢોરઢાંખર સહિત સમગ્ર જીવો ની તંદુરસ્તી સારી રહે તે માટે દેવોની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે.
ખાસ કરીને આ વિસ્તારના લોકો દિવાસા નો તહેવાર રાજીનુ ગાંયણુ ઉપરાંત ત્રણ દિવસ સુધી ઉજવતા હોય છે પહેલાં દિવસે દેવ પુજન કે ગામ નાં પૌરાણિક આદિવાસી દેવસ્થાનો પર પારંપરિક રીતે પુજન કરવામાં આવે છે, બીજા દિવસે તહેવાર એટલે કે મનપસંદ વાનગીઓ બનાવીને સગાંસંબંધીઓ તેડી ને જમવાનું તથા ચાલુ વર્ષે લગ્ન સંબંધે જોડાયેલી ગામ ની યુવતીઓ ચણાના ડાળીયા વહેંચવા તથા આદિવાસી ગરબા ની તેમજ મોટલા પીહા વગાડી નાચવા કુદી ને આનંદ માણવું જ્યારે ત્રીજા દિવસે એટલે કે છેલ્લા દિવસે વાહી તહેવાર ઉજવીને દિવાસા પર્વ ની પુર્ણાહુતી કરવા માં આવે છે,આમ અહિંના આદિવાસી સમાજ દિવાસા માં વર્ષ દરમિયાન ઉજવાતા તહેવારો પૈકીના દિવાસા નું વિશેષ મહત્વ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230716-WA0141.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *