ઉનાળાના સમયમાં જે પાણીના સ્તર નીચા ગયા હતા તે પાણીના સ્તર ઉપર આવશે અને સિંચાઈ માટે અને પીવાના પાણી માટે પાણીની તકલીફ નહીં પડે તેમ આ વિસ્તારના ખેડૂતો જણાઈ રહ્યા છે
ઉપરવાસમાં અને છોટાઉદેપુર જિલ્લામાં માં વરસાદ ના કારણે જિલ્લા ની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદી બે કાંઠે વહેવા લાગી છે જેને લઈ બોડેલી નજીક આવેલ ડેમ ઓવરફ્લો થયો હતો. આડ
જીલ્લા માં કેટલાય સમય થી પાણી નાં સ્તર નીચા જતા રહ્યા હોય ઉનાળા નાં સમયે પીવાના તેમજ સિંચાઇ ના પાણીના પોકાર જિલ્લા માં ચારેય તરફ થી સાંભળવા મળી રહ્યા હતા. જીલ્લાના કેટલાંય ખાસ કરીને છેવાડાના વિસ્તારો ની વાત કરીએ તો પીવાના પાણી ની સમસ્યા સર્જાતી હોય અને પાણી માટે બે થી પાચ કિલોમીટર જવુ પડતુ હોય તો સિંચાઇ માટે ના પાણી ની તો દુર ની વાત છે. છોટાઉદેપુર આમ તો આદિવાસી જીલ્લો છે અને અહીં વસતા લોકો નું જીવન ખેતી પર નિભૅર હોવાથી હાલ જિલ્લામાં અવિરત મેઘ મહેર થતા સમગ્ર જિલ્લામાં હવે ચોક્કસ જળ સ્તર ઊંચા આવશે અને પીવાના તેમજ સિંચાઇના પાણી માટે રાહત થશે તેવી આશા બંધાઇ હોય આ એક સમગ્ર જિલ્લા માટે ખુબ સારા સમાચાર કહી શકાય . જિલ્લાની લોકમાતા એવી ઓરસંગ નદી બે કાંઠે થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને ઉનાળાના સમયમાં જે પાણીના અસ્તર નીચા ગયા હતા તે પાણીના સ્તર ઉપર આવશે અને સિંચાઈ માટે અને પીવાના પાણી માટે પાણીની તકલીફ નહીં પડે તેમ આ વિસ્તારના ખેડૂતો જણાઈ રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


