Gujarat

જિલ્લા કલેકટર સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિ સહ ફરિયાદ નિવારણ સમિતિની જુલાઈ-૨૦૨૩ની બેઠક

જિલ્લા સેવા સદન હોલ ખાતે યોજવામાં આવી હતી. જેમાં જીલ્લાની તમામ કચેરીઓના અધિકારીઓ તેમજ ધારાસભ્ય, અભેસિંહભાઈ તડવી અને રાજેન્દ્રસિંહ રાઠવા જોડાયા હતા.
     બેઠક દરમિયાન છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ વિવિધ મુદ્દે રજૂ કરેલા પ્રશ્નો અંગે વિગતે ચર્ચા કરવામાં આવી છે. આ ઉપરાંત આંગણવાડી ક્ષેત્રે થઈ રહેલી કામગીરી અને નવા બનેલા નંદ ઘરની પ્રશંસા કરવામાં આવી હતી. પ્રા. શાળાઓના ઓરડાઓના બાંધકામ અંગે રાજેન્દ્રસિહે પૂછેલા પ્રશ્નના જવાબમાં ડીપીઓ એ જણાવ્યું હતું કે, જીલ્લામાં કૂલ ૧૪૧ ઓરડાઓ તોડી પાડવામાં આવેલા છે, જેમાંથી ૯૮ ઓરડાઓના નવા બાંધકામ માટે ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે જેની તાંત્રિક મંજૂરી આપી દેવામાં આવી છે. ડીડીઓ ગંગાસિંહે જણાવ્યું હતું કે, આપણા જીલ્લામાં પ્રાથમિક શાળાઓમાં કૂલ ૪૩૧ ઓરડાઓ નવા બનાવવાના છે જેનું કામ પાઈપલાઈનમાં છે.  અભેસિંહ તડવીએ ખેડૂતોની જમીનના પેન્ડીંગ કેસો માટે ઝડપથી પ્રક્રિયા કરવા, નસવાડીમાં મુખ્ય માર્ગ પર ટ્રાફિકનો પ્રશ્ન અને પાણી પુરવઠા મારફતે પાણીની ટાંકીઓના લીકેજ બાબતે ટકોર કરી હતી. આ ઉપરાંત અધિકારીઓ પદાધિકારીઓ વચ્ચે જી.આઈ.ડી.સી બનાવવા માટે પ્રાથમિક ચર્ચા થઈ હતી. મલાજા, ચોમેઠા, રંગપુર અને અત્રોલીના સબ સેન્ટર – પીએચસી બની ગયા છે. જેનું લોકાર્પણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. બેઠકના બીજા દોરમાં ખાતાકીય તપાસના, સરકારી લેણાની બાકી વસુલાત અંગે વિગતે સમીક્ષા કરતા કામોની ચર્ચા કરવામાં આવી હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230716-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *