Gujarat

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના હાથ બનાવટની દેશી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયાર)ના ગુનાના કામે હીસ્ટ્રીશીટર નાસતો-ફરતો આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

*સ્પેશ્યલ ઓપરેશન ગૃપ ( એસ.ઓ.જી.અમરેલી.)*

*પ્રેસનોટ તા.૧૬/૦૭/૨૦૨૩*
શ્રી ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાંઓ દ્વારા* સમગ્ર ભાવનગર રેન્જમાં બનતા ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેર કાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓ દ્વારા એ.ટી.એસ.ચાર્ટર મુજબના ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી આરોપીઓ અંગે માહિતી મેળવી, આવા ઈસમોને જેલ હવાલે કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે *એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.જી.દેસાઇ,* તથા *એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એન.બી.ભટ્ટ,* તથા *એસ.ઓ.જી. ટીમ* એ.ટી.એસ.ચાર્ટર લગત સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, સાવરકુંડલા રૂરલ પો.સ્ટે., બી-પાર્ટ ગુ.ર.નં.-૧૧૧૯૩૦૫૩૨૩૦૨૨૯/૨૦૨૩ આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧)(બી)(એ)-૨૯, વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી અલીભાઇ ઉર્ફે અલીયો ઈબ્રાહીમભાઇ લાડક રહે.વીજપડી વાળો, વીજપડી ગામનાં બસ સ્ટેશન પાસે લાલ કલરની લાઇનીંગ વાળુ શર્ટ તથા બ્લેક કલરનું પેન્ટ પહેરી ઉભો છે તેવી ચોક્કસ ખાનગી બાતમી રાહે હકિકત મળેલ હોય, જે અનુસંધાને મજકુર હીસ્ટ્રીશીટર નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
*પકડાયેલ આરોપી ઃ-*
   અલીભાઇ ઉર્ફે અલીયો ઈબ્રાહીમભાઇ લાડક ઉ.વ.૫૩, ધંધો-મજુરી, મુળ રહે.પાણીકોઠા, તા.તાલાળા, જિલ્લો ગીર સોમનાથ. હાલ રહે.વીજપડી, તા.સાવરકુંડલા, જિ.અમરેલી.
   મજકુર પકડાયેલ ઈસમ વિરૂધ્ધ અસંખ્ય ગુનાહો રજીસ્ટર થયેલ હોય, અને હીસ્ટ્રીશીટર હોય, મજકુર આરોપીને ધોરણસર અટક કરી વધુ તપાસ અર્થે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
*પકડાયેલ આરોપીનો ગુન્હાહિત ઈતિહાસ ઃ-*
       મજકુર પકડાયેલ ઈસમ વિરૂધ્ધ ખુનનાં ગુન્હામાં, તથા ગેરકાયદેસર હથિયાર રાખવાના, દેશી દારૂ બનાવવાના તથા ધરફોડ ચોરીનાં તથા આંતર જિલ્લામાં પણ અસંખ્ય ગુન્હાઓ સહિત ડફેર ગેંગ જેવા ગુનાઓ આચરેલ છે.
(૧) ખાંભા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૧૧/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦
(ર) ખાંભા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૩૮/૨૦૧૭, ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦, ૫૧૧, ૧૧૪
(૩) ભેંસાણ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૦૬/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૧૧૪
(૪) માણાવદર પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૨૧/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦
(પ) ગીરગઢડા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૮/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦
(૬) વડીયા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૨૬/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦
(૭) ગીર-ગઢડા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૨૮/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦
(૮) રાજકોટ શહેર આજીડેમ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૧૯૫/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૭૯
(૯) રાજકોટ શહેર આજીડેમ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૨૬૪/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૩૭૯
(૧૦) ડુંગર પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૧૮/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૭૯
(૧૧) મહુવા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૧૭૪/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૪૪૭, ૩૮૦
(૧૨) ઢસા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૨૬/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦
(૧૩) જુનાગઢ તાલુકા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૧૦૪/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૭૯, ૩૮૦
(૧૪) બગસરા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૫૫/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦
(૧૫) રાજુલા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૯૯/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૫૧૧
(૧૬) બાબરા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૧૧૩/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦, ૧૧૪
(૧૭) બાબરા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૧૧૯/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦
(૧૮) ધારી પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૭૪/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦, ૫૧૧, ૧૧૪
(૧૯) ભેંસાણ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૫૬/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૪૨૬, ૪૨૭, ૫૧૧
(ર૦) સાવરકુંડલા ટાઉન પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૮૧/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦, ૫૧૧, ૧૧૪
(૨૧) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે., ગુ.ર.નં.૦૦૪૧/૨૦૧૯ ઈ.પી.કો.કલમ-૩૭૯, ૩૮૦, ૪૫૪, ૪૫૭
(૨૨) કોડીનાર પો.સ્ટે., ગુ.ર.નં.-૧૦૩/૨૦૨૩, આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧)(એ), ૨૫(૧)(બી), ૨૯ તથા GP Act.કલમ-૧૩૫
(૨૩) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે., બી-પાર્ટ ગુ.ર.નં.-૧૧૧૯૩૦૫૩૨૩૦૨૨૯/૨૦૨૩ આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧)(બી)(એ)-૨૯, વિગેરે મુજબના ગુનાઓ રજી.થયેલ છે.
   આ કામગીરી *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ *અમરેલી એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.જી.દેસાઇ,* તથા *એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એન.બી.ભટ્ટ,* તથા *એ.એસ.આઇ. યુવરાજસિંહ સરવૈયા, સંજયભાઇ પરમાર, તથા હેડ કોન્સ., મનિષદાન ગઢવી, તથા પો.કોન્સ., જયરાજભાઇ* વાળા દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

89262aaee04d4d61b4ccf502bda4c076.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *