બોડેલી તાલુકાના પાટયા અને રણભુણ ગામ વચ્ચેથી પસાર થતી મેરિયા નદી પર બનેલા લો લેવલ ના કૉઝવે પર ચોમાસા ના બીજી વખત વરસાદી પુર ના પાણી ફરી વળ્યા હતા, જેથી અવરજવર બંધ થઈ હતી.
દર ચોમાસામાં બે ગામ સહિત આસપાસ ના ગામોને બોડેલી તરફ આવવા માટે મુશ્કેલી પડતી હોય છે. બોડેલી આવવા માટે જબુગામ તરફ થી લાંબો ફેરો થતો હોય છે. જોકે લોક લાગણી ને ધ્યાને લઈને રૂપિયા 8 કરોડ રૂપિયા ના ખર્ચે બ્રિજ મંજૂર થયો છે અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતાં ચોમાસા પછી બ્રિજ ની કામગીરી હાથ ધરાશે તેવું બોડેલી તા. પં. ના કારોબારી અધ્યક્ષ હિતેશ કોલી પાટિયા વાળા એ જણાવ્યું હતું.
બોડેલી તાલુકાના પાટયા અને રણભુણ ગામ વચ્ચેથી પસાર થતી મેરિયા નદી પર બનેલા લો લેવલ ના કૉઝવે પર ચોમાસા ના બીજી વખત વરસાદી પુર ના પાણી ફરી વળ્યા હતા, જેથી અવરજવર બંધ થઈ હતી અને આ કોઝવે પરથી જોડાયેલા કેટલા ગામો માંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ખૂબ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


