Gujarat

સામાજિકરીતે છૂટાછેડા અટકાવી અને પતિ-પત્નીનું બે વર્ષ બાદ સુખદ સમાધાન કરાવતું પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્ર)

કેસની વિગત એવી હતી કે, અમરેલી જિલ્લાના એક ગામના મહિલા કે જેમના લગ્ન ત્રણ વર્ષ પહેલાં થયા હતા.પરંતુ લગ્નબાદ ઘરમાં સાસુ-સસરા અને પતિ દ્વારા અવાર નવાર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવતો અને એકવાર તો બેનને ચાલતી ગાડીમાંથી પડી જતા દવાખાને લઇ જવાને બદલે માર મારી ગાળો પણ દીધેલી અને ચાર દિવસ સુધી ગંભીર ઇજા હોવા છતાં દવાખાને લઇ ગયેલ નહીં જેથી બેન છેલ્લા 2 વર્ષથી તેના પિયરમાં રિસમણે આવી ગયા હતા. અને ત્યારબાદ સમાધાન માટે તેમના પતિ આવ્યા નહીં અને વારંવાર એવું કહેતા કે મારે હવે છૂટાછેડા જોઈએ છે પણ બેન ત્યાં જ જાવ માંગતા હતા સામાજિકરીતે તેઓની બેઠક થઈ અને એમાં છુટાછેડાનું નક્કી થતું હોય પણ બેનનું મન તેના પતિ સાથે જાવમાં હતું જેથી તેમણે એક લેખિત અરજી મહિલા સહાયતા કેન્દ્રમાં આપેલ અને આ અરજી અનુસંધાને મહિલાના પતિ અને સાસરિયાઓ ને બોલાવવામાં આવ્યા અને તેમની ત્રણ મિટિંગો કરી અને મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલર પારુલબેન મહિડા અને રોશનીબેન મચ્છરના યોગ્ય કાઉન્સેલિંગ દ્વારા મહિલાના પતિ ને સમજાવવામાં આવ્યા અને મહિલા સંબંધી કાયદાઓ અંગે માહિતી આપી. ઘણાં લાંબા ગાળાના કાઉન્સેલિંગ બાદ પ્રયત્નથી મહિલાના પતિ સમજી જતા પતિ પત્નીનું તેમના માતા-પિતા વડીલો અને સામાજિક આગેવાનોની હાજરીમાં સુખદ સમાધાન થયું.અને બેનને કાઉન્સેલર દ્વારા કહેવામાં આવેલ કે ભવિષ્યમાં પણ તેમનું ફોલોઅપ લેવમાં આવશે જેથી આગળ તમારો સંસાર કેવો ચાલી રહ્યો છે તેની માહિતી મળતી રહે.આ કેસમાં પતિ પત્ની બંનેના માતા-પિતા તેઓના વડીલો સાથે આવેલા સામાજિક આગેવાનો એ તમામ લોકોએ મહિલા સહાયતા કેન્દ્રનો ખૂબ આભાર માનેલ છે અને કામગીરીની પ્રશંસા કરવામાં આવી.

*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230717-WA0047.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *