Gujarat

ઊના ગીરગઢડા પંથકમાં દિવસ દરમ્યાન દોઢ ઇંચ વરસાદ વરસ્યો..

રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહીના પગલે ઊના ગીરગઢડા પંથકમાં ત્રીજા રાઉન્ડ શરૂ થયો હોય તેમ
આજે વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો હતો. જે વહેલી સવારથી સાંજ સુધીમાં દોડ ઇંચથી વધુ વરસાદ નોધાયો હતો.
જ્યારે ગ્રામ્ય વિસ્તારના સનખડા, ગાંગડા, ખત્રીવાડા, સામતેર, કાણકબરડા, રામેશ્વર, ગરાળ સહીતના આજુબાજુના ગામોમાં ૧
ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયેલ હતો. જોકે છેલ્લા અઠવાડીયાથી અવિતર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ક્યાં વરસાદી ઝાપટા તો
કયા ધોધમાર વરસાદ પડતા શહેર અને ગામો માંથી પાણી બહાર કાઢી નાખ્યા હતા. તેમજ વરસાદના પાણી ભરાતા રસ્તા પર ખાડા
તેમજ કિચડનું સામ્રાજ્ય પણ જોવા મળેલ હતું. તો બીજી તરફ સતત વરસાદના પગલે ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ભરાય ગયા
હતા. જેથી ખેડૂતોના પાક જેવા કે કપાસ, મગફળી, બાજરી, જુવાર સહીતના ચોમાસુ પાકને નુકસાન થવાની ભીતી ખેડૂતોમાં સેવાય
રહી છે. ઉના પંથકમાં સવારથી સતત વરસાદ વરસી રહ્યો હોય ત્યારે સમી સાંજના ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતી
તથા નદીજેવા દ્રશ્યો સર્જાયા હતા.

-પંથકમાં-ત્રીજા-રાઉન્ડમાં-આજે-વહેલી.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *