પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ, ગુજરાત રાજય ગાંધીનગર
નાઓએ ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલ ઠરાવ અન્વયે જિલ્લાઓના ટોચના નાસતા ફરતા આરોપીઓની યાદી તૈયાર કરી, આવા આરોપીઓને પકડવા સારૂ તેના ઉપર ઇનામ જાહેર કરવા અને આ ટોચના આરોપીઓને પકડી પાડવા સુચના આપવામાં આવેલ હોય, જે અન્વયે ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર નાઓની સુચના અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓએ અમરેલી જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓને અંજામ આપી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે ઘણા લાંબા સમયથી નાસતા ફરતા અને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ ટોપ ૧૦ નાસતા ફરતા આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવેલ અને આ આરોપીને પકડી પાડવા – આરોપી દીઠ રૂ.૧૦,૦૦૦/- ની જાહેરાત કરેલ હતી અને આ લીસ્ટેડ આરોપીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે સને ૨૦૧૧ થી ૨૦૧૩ નાં વર્ષમાં લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીઓમાં સંડોવાયેલ . અને ૪ ગુનાઓ છેલ્લા ૧૧ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે મપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના પનેરી ગામેથી પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ લીલીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
રઘુ ઉર્ફે રાજુ હિરૂભાઈ ઉર્ફે હિરાભાઈ બાઘેલ (વાસકલીયા), ઉ.વ.૪૦, રહે. પનેરી, તા.જોબટ,
જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ)
નાસતા ફરતા ગુનાઓની વિગતઃ-
પકડાયેલ આરોપી નીચે મુજબના ઘરફોડ ચોરીઓના ગુનાઓમાં નાસતો ફરતો હતો. (૧) લીલીયા પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૨૩/૨૦૧૧, આઇ.પી.સી. કલમ ૪૫૭, ૩૮૦
(૨) લીલીયા પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૧૯/૨૦૧૨, આઇ.પી.સી. કલમ ૪૫૭, ૩૮૦, ૧૪૪
(૩) લીલીયા પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૩૧/૨૦૧૨, આઇ.પી.સી. કલમ ૪૫૭, ૩૮૦ ૧૧૪
(૪) લીલીયા પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૦૧/૨૦૧૩, આઈ.પી.સી. કલમ ૪૫૭, ૩૮૦
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા એ.એસ.આઇ. જિગ્નેશભાઇ અમરેલીયા, યુવરાજસિંહ રાઠોડ, તથા પો.કોન્સ. ભાવિનગીરી ગૌસ્વામી, યુવરાજસિંહ વાળા, હરેશભાઇ કુંવારદાસ દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


