ગુજરાત સરકારીશ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી, વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જવુ ન પડે, અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવા e-FIR ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે. જે અન્વયે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજય, ગાંધીનગર નાઓએ સરકારશ્રીની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ચોરી અંગે દાખલ કરવામાં આવતી e-FIR અન્વયે સુચનો અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે.
ગુનાની વિગતઃ-
ગઇ તા.૦૧/૦૫/૨૦૨૩ ના રોજ અશ્વિનભાઇ જીવણભાઇ બગડા, ઉં.વ.૨૫, રહે. વડ, તા.રાજુલા, જિ.અમરેલી વાળા પોતાના ઘરેથી વાડી વિસ્તારમાં કામ અર્થે જતા હોય, તે દરમિયાન પોતાનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિં.રૂ.૭,૦૦૦/- નો કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગે અશ્વિનભાઇ દ્વારા e-FIR કરાવેલ હોય, જે L-FIR અંગે ખરાઇ કરી, તેના પરથી રાજુલા પોલીસ સ્ટેશન ઍ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૩૦૧૮૮ /૨૦૨૩,ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ. ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા e-FIR દ્વારા દાખલ થયેલ અનડીટેક્ટ ગુનાઓ ડીટેકટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ અમરેલી જિલ્લામા e-FIR થી દાખલ થયેલ ગુનાઓના આરોપીઓને પકડી પાડી, નાગરિકોના . ચોરાયેલ વાહન, મોબાઇલ ફોન તેમને પાછા મળે, તે માટે જરૂરી કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ તથા એલ.સી.બી. ટીમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતુ.ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે એલ.સી.બી. ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ અને આજ રોજ તા.૧૮/૦૭/૨૦૨૩ નાં રોજ રાજુલા ટાઉનમાં પેટ્રોલીંગ દરમ્યાન રાજુલા ટાઉનમાંથી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ અને તેની પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન મળી આવતા, પકડાયેલ ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે આગળની કાર્યવાહી થવા રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
યોગેશભાઇ મુળજીભાઇ નાગર, ઉ.વ. ૨૮, રહે.રાજુલા, વાવેરા રોડ, કન્યા શાળા – ૨ ની સામે, તા.રાજુલા, જિ.અમરેલી.
રીકવર કરેલ મુદ્દામાલની વિગતઃ-
એક વીવો કંપનીનો Y21 મોડલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિં.રૂ.૭,૦૦૦/- નો મુદ્દામાલ
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા, તથા પો.કોન્સ. લીલેશભાઇ બાબરીયા, યુવરાજસિંહ વાળા, વિનુભાઇ બારૈયા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


