Gujarat

ભાવનગર શહેરમાં GST વિભાગ દ્વારા દરોડા

ભાવનગર
ગુજરાતમાં અલગ અલગ શહેરમાં ય્જી્‌ વિભાગની કાર્યવાહી યથાવત જાેવા મળી રહી છે. ભાવનગર શહેરમાં વોરાબજાર વિસ્તારમાં ય્જી્‌ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. વોરાબજાર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ય્જી્‌ વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. વોરાબજાર વિસ્તારમાં રહેતા ફેઝલ પઢીયા નામના વ્યક્તિની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ફેઝલ પઢીયા ઘરે પણ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ફેઝલના તાર લાખો રૂપિયાના બોગસ બિલીંગ કૌભાંડ સાથે જાેડાયેલા છે. જેથી તેની પુછપરછમાં અનેક ખુલાસા થાય તેવી શક્યતા જાેવા મળી રહી છે.

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *