Gujarat

 મેરીયા બ્રિજ થી બોડેલી તરફ જતા હાઈવે પર મોટા મોટા ખાડા વાહન ચાલકોને અકસ્માત નો ભય

બોડેલી થી છોટાઉદેપુર જિલ્લાનો ને જોડતો હાઇવે પર બોડેલીના સ્વામિનારાયણ મંદિર નજીક ઢોકલીયા ચોકડી થી આગળ જતા મેરીયા બ્રિજ નીચે મોટા મોટા ખાડા પડતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે
બોડેલી થી પાવીજેતપુર છોટાઉદેપુર હાઇવે પર રોજના હજારો વાહનો પસાર થાય છે અને અહીં રેતીની લીજૉ પણ આવેલી છે રેતીની ટ્રકો પણ અહીંથી જ પસાર થાય છે ત્યારે બોડેલીના મેરીયા બ્રિજ ઉતરતા હાઇવે રોડ પર ખાડા પડતા વાહનચાલકો મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે
વાહન ચાલકો જણાઈ રહ્યા છે કે આ રોડ નું કામ થયાં ટૂંક સમય થયો છે અને ચોમાસામાં જ મોટા મોટા ખાડા પડી ગયા છે ખાસ કરીને બાઈક ચાલકો ને અકસ્માત થવાની સંભાવના હોય છે અને ખાસ કરીને રાત્રિના સમયમાં બાઈક ચાલકોને ખૂબ મુશ્કેલી પડતી હોય છે ત્યારે વહેલી તકે આ રોડ પર રીપેરીંગ કરવામાં આવે અને ખાડા પુરવામાં આવે એમ વાહન ચાલકો જણાઈ રહ્યા છે બોડેલી મેરીયા બ્રિજ થી બોડેલી તરફ જતા હાઈવે પર મોટા મોટા ખાડા વાહન ચાલકોને અકસ્માત નો ભય સેવાઈ રહ્યો છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230719-WA0035.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *