Gujarat

સુરતના જાેળવા ગામે અગાશી પર વીજળી ત્રાટકતા એક બાળકનું મોત

સુરત
ગુજરાતમાં હાલ ભારેથી અતિભારે વરસાદ તૂટી પડ્યો છે. આ વચ્ચે લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. આકાશથી વરસાદ વરસી રહ્યો છે, તો સાથે વીજળી પણ આફત બનીને ત્રાટકી રહી છે. આવામાં સુરતમાં અજીબ ઘટના બની હતી. સુરતમાં મકાનની છત પર રમતા બે બાળકો પર વીજળી પડી હતી. જેમાં એક બાળકનું કરુણ મોત નિપજ્યુ હતું. તો ભાવનગરમાં ખેતરમાં કામ કરતા એક શખ્સ પર વીજળી પડતા તેનુ મોત નિપજ્યુ છે. સુરતના જાેળવા ગામે મકાનની છત પર વીજળી પડી હતી. જાેળવા ગામની નક્ષત્ર સોસાયટીમાં આ બનાવ બન્યો હતો. જેમાં વીજળી પડતા એક બાળકનું મોત થયુ, તો અન્ય એક બાળક ઇજાગ્રસ્ત બન્યો હતો. બે બાળકો મકાનની છત પર રમી રહ્યા હતા, ત્યારે અચાનક વીજળી પડી હતી. જેમાં ૯ વર્ષના પુખરાજ નેમીચંદ સુથાર પર વીજળી ત્રાટકી હતી. આ બાળકને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. તો જસોશા ભૂરારામ સુથાર (ઉંમર ૮ વર્ષ) નામની બાળકી દાઝી જતા તેને સારવાર માટે ખસેડાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *