Gujarat

કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ગામની સોસાયટી મા અજવાળા પાથરવામાં આવ્યા નગર જગમગી ઉઠ્યું ગ્રામ પંચાયત ની સુંદર કામગિરી થી લોકો મા ખુશી નો માહોલ.

કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ના શ્રી હરિનગર હાઉસિંગ સોસાયટી મા એલોર્જન લાઈટ પોલ ઉભો થતા સોસાયટી મા અજવાળા પાથર્યા.
વેરાવળ ગામમા અનેક વિકાસના કાર્યો ને વેગ મળી રહ્યો છે. ત્યારે વેરાવળ ગ્રામ પંચાયતના યુવા સરપંચ રવિરાજસિંહ જાડેજા ની આગેવાની હેઠળ દરેક સોસાયટીઓ તેમજ મોટા સર્કલ ચોક મા વીજળીનામોટા પોલ ઉભા કરી વેરાવળ નગરને વૃંદાવન જેવું નગર બનાવિને રોશની ફેલાવવામાં આવી રહી છે સોસાયટી ના રહીશો ને હવે રાત્રે પૂરતો પ્રકાશ મળી રહેશે તેમજ હવે ગામની મહિલાઓ કોઈપણ ડર વગર રાત્રે આરામથી આવી જઈ શકશે.પુરા ચોક મા અજવાળા પથરાતા લોકો મા પણ ખુશી નો માહોલ છવાયો છે.જેથી. સોસાયટી ના વોર્ડ નં-16 ના સદસ્ય પારુલબેન ભૂત સહીત  દ્વારા માંગણી પંચાયત મા મુકવામાં હતી.જેથી કરીને હવે સોસાયટીમાં પોલઉભો થઈ જતા સાંજે સોસાયટી ના રહીશો પંચાયતના સદસ્ય પારુલબેન ભૂત સહિતે ઉપસ્થિત રહી લાઈટ ના પોલ ની સ્વીટ્ચ ઓન કરી સોસાયટી નો  મેઈન ચોક અજવાળા થી જગમગી ઉઠ્યો હતો.તેમજ  સોસાયટી ના રહિસો એ સરપંચ રવિરાજસિંહ જાડેજા તેમજ તલાટી મંત્રી સત્યમભાઈ દવે અને સદસ્ય પારુલબેન ભૂત નો આભાર માન્યો હતો..
રિપોર્ટર:-પંકજ ટીલાવત વેરાવળ-શાપર

1689774039702.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *