Maharashtra

પ્રોજેક્ટ K ફિલ્મમાં પ્રભાસના લૂકથી ચાહકો નિરાશ, ફર્સ્ટ લૂકમાં ફેરફાર કરવાની ફરજ પડી

મુંબઈ
પ્રભાસની બિગ બજેટ ફિલ્મ પ્રોજેક્ટ દ્ભનું ફર્સ્ટ લૂક પોસ્ટર બુધવારે સેર થયું હતું. ફિલ્મમાં પ્રભાસના લૂકથી મોટાભાગના ચાહકો નિરાશ થયા હતા. સોશિયલ મીડિયા પર પોસ્ટર વાઈરલ થતાં જ તેની સરખામણી આદિપુરુષ સાથે થવા માંડી હતી અને ઘણાં લોકોએ પ્રભાસને સસ્તા આયર્ન મેનમાં ખપાવ્યો હતો. ચારે તરફથી ટ્રોલર્સ તૂટી પડતાં પ્રોજેક્ટ દ્ભમાં પ્રભાસના ફર્સ્ટ લૂકમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. બુધવારે શેર થયેલા પોસ્ટરમાં પ્રભાસે રોબોટ જેવા કપડાં પહેરેલાં છે અને હથિયારો સજાવેલા હતા અને એક હાથ જમીન પર ટેકવીને એલર્ટની મુદ્રામાં ઊભડક હતો. બેક ગ્રાઉન્ડમાં પ્રોજેક્ટ દ્ભનો ઉલ્લેખ છે. આ પોસ્ટરને જાેતાં જ વીએફએક્સની ગુણવત્તા નબળી હોવાનું નેટિઝન્સને લાગ્યું હતું અને તેને પણ આદિપુરુષ જેવી ફિલ્મ ગણાવી હતી. પ્રભાસની ફિલ્મમાં કરોડો રૂપિયાનો ખર્ચ થયો હોવાના દાવા થાય છે, પરંતુ પોસ્ટર અને ટીઝરને જાેઈને લાગતું નથી કે ફિલ્મ આટલી મોંઘી હોય. ચારે તરફથી નેગેટિવ રિસ્પો્‌સ મળતાં પ્રભાસના ફર્સ્ટ લૂક પોસ્ટરમાં ફેરફાર કરાયો છે. નવા પોસ્ટરમાં પ્રભાસના પોઝમાં ફેરફાર કરાયો નથી, પરંતુ બેક ગ્રાઉન્ડમાંથી પ્રોજેક્ટ દ્ભની લાઈન દૂર કરી દેવાઈ છે. પોસ્ટરમાં થોડી બ્રાઈટનેસ વધારી હોય તેવું લાગે છે. આ સિવાય મોટા ફેરફાર કરાયા નથી. નવું પોસ્ટર શેર કરતાની સાથે અગાઉના ફર્સ્ટ લૂકને મેકર્સે ડીલિટ કરી દીધો હતો.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *