લીલીયા મોટા જિલ્લા પંચાયત સદસ્ય અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન વિપુલભાઈ દુધાત દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવી લીલીયા તાલુકા ને અતિવૃષ્ટિ અને લીલા દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા પત્ર પાઠવ્યો પત્ર માં જણાવેલ કે
ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે, અમરેલી જીલ્લાના લીલીયા તાલુકામાં ખુબજ વધારે પ્રમાણમાં સતત ૩૫ દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેથી ખેડૂતો દ્વારા ખુબજ મજુરી મહેનત કરી વાવેલા બિયારણ અને ખાતર નાશ પામેલ છે અને લીલીયા તાલુકાના ખેડૂતોને ખુબજ મોટા પ્રમાણમાં આર્થિક નુકશાન થયેલ છે લીલીયા તાલુકાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે અને ખેતી સિવાય કોઈ અન્ય ધંધો રોજગાર નથી જેથી સરકારશ્રી દ્વારા જગતના તાત ખેડૂતો માટે આર્થિક રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી વિનંતી સહ માંગણી મુખ્ય મંત્રી ને પત્ર પાઠવી કરવા માં આવેલ છે તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


