Gujarat

ઊના મહીલા કોલેજમાં ઉમાશંકર જોશીની 112 જન્મ જયંતિની ઉજવણી કરાય..

ઊના તાલુકા કેળવણી મંડળ સંચાલિત મહિલા આર્ટસ કોલેજ તથા ગુજરાત સાહિત્ય એકેડેમીના સંયુક્ત ઉપક્રમે આયોજિત ઉમાશંકર
જોશીની 112 જન્મ જયંતિની ઉજવણી મહિલા આર્ટસ કોલેજ ખાતે કરાય હતી. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને દીવ સરકારી
કોલેજના ઈન્ચા. આચાર્ય હર્ષદભાઈ ચૌહાણ, સ્વામિનારાયણ બી એડ કોલેજના નિયામક નરેન્દ્રભાઈ ગોસ્વામી, તેમજ દીવ
કોલેજના ડી. જી. બારોટ, ઉમાશંકર જોશીના જીવન અને કવન તેમજ તેમની રચનાઓ કવિતાઓ લેખન વિશે વિસ્તૃત ચર્ચા અને
માહિતિ સભર વક્તવ્ય આપ્યું હતું. અને ઉમાશંકર જોશીને ઉજાગર કર્યા હતા. મહિલા કોલેજના ઈન્ચાર્જ આચાર્ય ડો. લલિત બારૈયા
તેમજ વિદ્યાર્થિની દિકરીઓ કાર્યક્રમમા સહભાગી થયા હતા. મહિલા કોલેજના ગુજરાતીના પ્રાધ્યાપક વર્ષા બેન મોરી, મહિલા
કોલેજની દિકરીઓ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યુ હતું…

-કેળવણી-મંડળ-સંચાલિત-મહિલા-આર્ટસ-કોલેજ-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *