Gujarat

વાંધાજનક ફોટો પાડી પરિણીતા પર અવાર નવાર દુષ્કર્મ

મોરબી
મોરબી જિલ્લાના વાંધાજનક ફોટો કે વિડીયો બનાવી લઈને દુષ્કર્મ આચરવામાં આવે તેવી ઘટના આગઉ પણ સામે આવી છે તેવી જ એક ઘટના હાલમાં હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવી છે. જેમાં પરિણીતાના વાંધાજનક ફોટા પાડી લીધા હતા અને તેને વાઇરલ કરવાની ધમકી આપીને તેની સાથે અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. તેની ફરિયાદ આધારે હાલમાં આરોપીને પકડી લેવામાં આવેલ છે. હળવદ તાલુકામાં વાડીએ રહેતી અને મજૂરી કામ કરતી પરિણીતા વાડીએ એકલી હતી ત્યારે તેની જાણ બહાર તેના વાંધાજનક ફોટો પાડી લેવામાં આવ્યા હતા અને તે ફોટો વાયરલ કરવાની ધમકી આપીને પરિણીતાની સાથે દુષ્કર્મ આચરવામાં આવતું હતું અને આરોપી દ્વારા પરિણીતાની સાથે અવાર નવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જે અંગે હળવદ પોલીસ મથકે પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે હળવદ પોલીસે હળવદના ચરાડવા ગામે રહેતા સુરેશ ઉર્ફે ચકો ગોરધનભાઈ નામના આરોપીની ધરપકડ કરેલ છે.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *