અમદાવાદ
રાજ્ય સરકારની ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી ય્સ્ઈઇજી હેઠળ ખાનગી અને અર્ધસરકારી એવી ૧૩ મેડિકલ કોલેજાેની સ્મ્મ્જી કોર્સની ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩- ૨૦૨૪ની ફીની જાહેરાત કરી છે. જેમાં મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો માટે ૧૭ લાખ, સરકારી ક્વોટાની બેઠકો માટે ૫.૫૦ લાખ તથા દ્ગઇૈં ક્વોટાની બેઠકો માટે ૨૫ હજાર યુએસ ડોલર ફી નક્કી કરવામાં આવી છે. આ અગાઉ ય્સ્ઈઇજીની કોલેજાેમાં મેનેજેમન્ટ ક્વોટામાં ૯.૦૭ લાખ,એનઆરઆઈ ક્વોટામાં ૨૨ હજાર યુએસ ડોલર તેમજ સરકારી ક્વોટામાં ૩.૩૦ લાખની ફી હતી. જેમાં ૭૦ થી ૯૦ ટકાનો ફી વધારો કરવામાં આવ્યો છે. ય્સ્ઈઇજીએ તમામ મેડિકલ કોલેજાેના ડીનને નવી ફી બાબતેનો પરિપત્ર આપ્યો છે. આ સાથે જ નવા નિયમ અનુસાર ય્સ્ઇઝ્રની મેડિકલ કોલેજાેમાં સ્મ્મ્જીમાં સરકારી ક્વોટામાં જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. તે વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એક વર્ષ માટે ફરજિયાત સેવા આપવાની રહેશે. જે વિદ્યાર્થીઓ એક વર્ષની સેવા નહીં આપે તેમની પાસે ૧ લાખ રુપિયાની ફિ વસૂલવામાં આવશે. ય્સ્ઈઇજી દ્વારા ગુજરાતમાં આવેલી નવી તેમજ જૂની તેમ લગભગ ૧૩ ખાનગી અને અર્ધસરાકરી મેડિકલ કોલેજાેની એક વર્ષ માટેની ફી નક્કી કરવામાં આવી છે. મંજૂર થયેલી સ્મ્મ્જીની કુલ ૨૧૦૦ સીટમાંથી ૧૫૦૦ સ્ટેટ ક્વોટાની, ઓલ ઈન્ડિયા ક્વોટાની ૭૫ સહિત ૧૫૭૫ સરકારી ક્વોટાની બેઠકો માટે ૫.૫૦ લાખ રુપિયા વાર્ષિક ફી રાખવામાં આવી છે. જેમાં ૧૦ ટકા લેખે મેનેજમેન્ટ ક્વોટાની ૨૧૦ બેઠકો માટે ૧૭ લાખ રુપિયા ફી રાખવામાં આવી છે. તો દ્ગઇૈં ક્વોટાની ૧૫ ટકા લેખે ૩૧૫ બેઠકો પર જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે તેમને ૨૫ હજાર ડોલર ફી ચુકવવાની રહેશે. સરકારની મેડિકલ પ્રવેશ સમિતિની કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયામાં દ્ગઇૈં ક્વોટાની બેઠકો જાે ખાલી રહે તો મેનેજમેન્ટ ક્વોટામાં તબદીલ થશે અને જેની ફી ૧૭ લાખ ભરવાની રહેશે. ય્સ્ઈઇજી દ્વારા ફી સાથે પ્રવેશના નવા નિયમોમાં જાહેર કરવામાં આવ્યા છે. તે અનુસાર અભ્યાસ બાદ જે વિદ્યાર્થીઓ સરકારી ક્વોટામાં પ્રવેશ મેળવ્યો હશે તેમને કોલેજાે સંલગ્ન હોસ્પિટલોમાં ફરજીયાત સેવા આપવાની રહેશે. તો ચાલુ શૈક્ષણિક વર્ષ રાજ્યમાં ૪ ખાનગી મેડિકલ કોલેજાે શરુ કરવામાં આવી છે. જેમાં સરકારની ફી રેગ્યુલેશન કમિટી દ્વારા આ ચાર મેડિકલ કોલેજાેની એક વર્ષની નક્કી કરવામાં આવી છે. જેના અંતર્ગત સ્વામિનારાયણ-કલોલ કોલેજની મેનેજમેન્ટ ક્વોટાની ૧૫.૭૫ અને સરકારી ક્વોટાની ૮.૨૫ રાખવામાં આવી છે. જ્યારે ઝાયડસ કોલેજ-દાહોદની પીજી મેડિકલની મેનેજમેન્ટ ક્વોટાની ૨૫.૪૦ લાખ અને સરકારી ક્વોટાની ૧૫.૯૭ લાખ ફી નક્કી કરવામાં આવી છે.


