બોડેલી થી ડભોઈ રોડ જતા બોડેલી સેવાસદનની બાજુમાં આવેલ નર્મદા કેનાલના બ્રિજ પાસે ગંદકી અને દુર્ગંધથી વાહન ચાલકો હેરાન
હાલમાં ચોમાસાનો સમય હોય ગંદકી અને દુર્ગંધને લઈને અનેક બીમારીઓ જોવા મળી રહી છે ત્યારે બોડેલી નર્મદા મુખ્ય નહેરના બ્રિજ પાસે ગંદકી અને દુર્ગંધથી લોકો હેરાન જોવા મળી રહ્યા છે અહીં લોકો કચરો પણ નાખી જાય છે અને મરેલા પશુઓની ગંધ પણ જોવા મળી રહી છે ત્યાંથી પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓને ખૂબ મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે જેથી અહીંથી ગંદકી દૂર કરવામાં આવે તેમ અહીંથી પસાર થતાં વાહન ચાલકો જણાઈ રહ્યા છે
બોક્સ
નર્મદા કેનાલના બ્રિજ પાસે ગંદકી અને દુર્ગંધથી વાહન ચાલકો હેરાન
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


