Gujarat

લાઠી પો.સ્ટે. માં e-FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં એક ઇસમને ચોરીના મોબાઈલ ફૉન સાથે પાડી પાડી, અનડીટેક્ટ ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

ગુજરાત સરકારીશ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી, વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જવુ ન પડે, અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવા e-FIR ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે, જે અન્વયે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબ,ગુજરાત રાજય, ગાંધીનગર નાઓએ સરકારશ્રીની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ચોરી અંગે દાખલ કરવામાં આવતી e-FIR અન્વયે સુચનો અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે.
ગુનાની વિગતઃ-
ગઇ તા.૨૧/૦૩/૨૦૨૩ ના રોજ ભુપતભાઇ મોહનભાઇ ભીક્કીયા, ઉ.વ.૬૫, રહે.લાઠી, તા.લાઠી, જિ.અમરેલી વાળા પોતાની દુકાને હતા તે દરમિયાન કોઇ અજાણ્યો ચોર ઇસમ પોતાનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૭,૩૫૦/- નો ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગે ભુપતભાઇ દ્વારા e-FIR કરાવેલ હોય, જે છ- FIR અંગે ખરાઈ કરી, તેના પરથી લાઠી પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૪૨૩૦૦૬૩/૨૦૨૩, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ.ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા -FIR દ્વારા દાખલ થયેલ અનર્ડીટેક્ટ ગુનાઓ ડીટેકટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓએ અમરેલી જિલ્લામાં e-FIR થી દાખલ થયેલ ગુનાઓના આરોપીઓને પકડી પાડી, નાગરિકોના ચોરાયેલ વાહન, મોબાઇલ ફોન તેમને પાછા મળે, તે માટે જરૂરી કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ. એમ. પટેલ તથા એલ.સી.બી. ટીમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતુ ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે એલ.સી.બી. ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ અને આજ રોજ તા.૨૧/૦૭/૨૦૨૩ નાં રોજ લાઠી ટાઉનમાં પેટ્રોલીંગ દરમ્યાન લાઠી, બસ સ્ટેન્ડ પાસેથી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ અને તેની પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન મળી આવતા, પકડાયેલ ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે આગળની કાર્યવાહી થવા લાઠી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
ભરત ઉર્ફે મોરલો બાલાભાઇ પરમાર, ઉ.વ.૨૭, રહે.રંઘોળા, દેવળીયા રોડ, આંગણવાડી પાછળ, તા.ઉમરાળા, જિ.ભાવનગર.
રીકવર કરેલ મુદ્દામાલની વિગતઃ-
એક સેમસંગ કંપનીનો F13 મોડલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિં.રૂ.૭,૩૫૦/- નો મુદ્દામાલ
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા અમરેલી એલ.સી.બી.ના હેડ કોન્સ. નિકુલસિંહ રાઠોડ, મનીષભાઇ જાની તથા પો.કોન્સ. રાહુલભાઇ ઢાપા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230721-WA0046.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *