Gujarat

ભારત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં કાર્યરત સખી વન સ્ટોપ કેન્દ્ર દ્વારા ઉત્તરપ્રદેશ ની પરિવારથી વિખૂટી પડેલ મહિલાનું તેના પરિવાર સાથે પુન મિલન કરાવ્યું છે,

17 મી જુલાઈના રોજ છોટાઉદેપુર તાલુકાના ધડાગામ માંથી એક અજાણી મહિલાને 181 દ્વારા સખી વન સ્ટોપ ખાતે લાવવામાં આવી હતી,જેનું કાઉન્સિલિંગ કરતા મહિલા ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાના દુર્જનપુર ની હોવાનું માલુમ પડતા સખી વન સ્ટોપના સંચાલિકા કુસુમ મકવાણાએ બલિયા જિલ્લા પોલીસનો સંપર્ક કરી સોસીયલ મીડિયાનો ઉપયોગ થકી તેના પરિવાર ને શોધી કાઢી સંપર્ક કરતા મહિલાની અમદાવાદ ખાતે રહેતી બહેન અને જીજાજી તેને લેવા છોટાઉદેપુર સખી વન સ્ટોપ ખાતે આવી મહિલાને પોતાની સાથે લઈ ગયા હતા.
       ભારત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં કાર્યરત સખી વન સ્ટોપ કેન્દ્ર કે જયાં ઘરેલુ હિંસાથી પીડિત, નિઃ સહાય, નિરાધાર મહિલાઓને પોલીસ સહાય,તબીબી સહાય, કાઉન્સિલિંગ,કાયદાકીય સહાય આપવાની સાથે રહેવા જમવાની સગવડ સાથે હંગામી આશ્રય આપવામાં આવે છે, છોટાઉદેપુર સખી વન સ્ટોપ દ્વારા અગાઉ પણ ગુજરાત અને ગુજરાત બહારની પરિવારથી વિખૂટી પડેલ અનેક મહિલાઓનું તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે, ઘરેલુ હિંસાના અનેક કેસોનું સફળતા પૂર્વક સમાધાન કરી મહિલાઓને મદદરૂપ બની છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

20230721_172930.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *