Gujarat

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં દારૂ ખુલ્લેઆમ વેચાણના વિડિયો થયાં વાયરલ

રાજુલા પંથકમાં ઠેર ઠેર દારૂના હાટડા અને વલી મટકાના આંકડાથી રમતા જુગારનું દૂષણ કેટલાક દિવસોથી વધી રહ્યું છે.આ દુષણ થી યુવાધન બરબાદ થઈ રહ્યું હોઈ અને અનેક પરિવારો બરબાદ થઈ ક્રાઇમ ના બનાવો વધી રહ્યા છે.મહિલા કાર્યકર દ્વારા અવાર નવાર લેખિત તેમજ મોખિક રજૂઆત કરવા છતાં જવાબદાર અધિકારીઓના પેટમાં પાણી પણ હલતું ન હોઈ ત્યારે પત્રકાર વિક્રમભાઈ સાંખટ દ્વારા સાત દિવસમાં જો તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં નહિ આવે તો  તમામ પુરાવા સાથે જાહેર હિતની અરજી રિટ પિટિશન દાખલ કરવામાં આવશે તેવી ચમકી પણ ઉચ્ચારવામાં આવી છે.તેમજ મહિલાઓ દ્વારા તંત્રના જાહેરમાં સાંજીયા લઈ કુંભકર્ણની નિદ્રામાં સૂતેલા તંત્રને જગાડવાનો પણ પ્રયાસ કરવામાં આવે તેવી પણ ચર્ચાઓ જોવા મળી રહી છે.

IMG_20230722_190203.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *