અમદાવાદ
અમદાવાદમાં એક યુવતીએ ૧૧ માં માળેથી નીચે ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા કોર્પોરેટ રોડ પરનાં પીનાકલ બિઝનેશ પાર્ક માંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પીનકલ બિઝનેસ પાર્કમાં ત્રીજા માળે એડવાંટમેડ નામની કંપનીમાં મેડિકલ રેકોર્ડ રિવ્યૂઅર તરીકે કામ કરતી રૂપાલી શ્રીવાસ્તવ નામની યુવતીએ બિલ્ડિંગમાં ૧૧માં માળેથી નીચે પટકાઈ આપઘાત કર્યો હતો. મૃતક યુવતીના રૂપાલી તેની બહેન સાથે રહેતી હતી અને બંને બહેનો એક સાથે જ કામ કરતી હતી. આજે સવારે ૮ વાગ્યાની આસપાસ રૂપાલી ઓફિસ પહોંચી હતી જ્યાં એકાદ કલાક કામ કર્યા બાદ તેની બહેનને થોડીવારમાં આવું છું. તેમ કહી બિલ્ડિંગમાં ૧૧માં માળે પહોંચી હતી અને ત્યાં બ્લેડથી પોતાના ગળું અને હાથમાં ઈજાઓ પહોંચાડી હતી. જાેકે તેમાં સફળતા નહીં મળતા ૧૧માં માળેથી નીચે પડી આપઘાત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે મૃતક રૂપાલીને આંખની બીમારી હતી. રૂપાલી છેલ્લા ૧૫ દિવસથી રજા પર હતી અને આજથી જ ઓફિસ શરૂ કરી હતી. હાલ તો પોલીસે રૂપાલાના પરિવારને જાણ કરી છે. જાેકે ખરેખર રૂપાલી એ બીમારીથી કંટાળી આપઘાત કર્યો છે કે અન્ય કોઈ કારણ હે તે જાેવું રહ્યું.


