Gujarat

જુનાગઢ શહેરમાં આભ ફાટ્યું, અનેક વિસ્તારો ગળાડુબ પાણીમાં ગરકાવ

જુનાગઢ
જુનાગઢ શહેરમાં આભ ફાટતા ભયંકર પૂરની સ્થિતિ જાેવા મળી રહી છે. ચારેકોરના પાણીના પ્રચંડ પ્રહાર વચ્ચે જુનાગઢ શહેરમાં અનેક લોકો ફસાયા છે. જુનાગઢના અનેક વિસ્તારો ગળાડુબ પાણીમાં ગરકાવ થયા છે. રમકડાની જેમ અનેક કાર તણાઈ છે. આ ઉપરાંત અનેક પશુઓ પણ તણાયા છે. આ બધાની વચ્ચે એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક આધેડ પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાતા જાેવા મળી રહ્યા છે. જૂનાગઢમા એક વ્યક્તિ કાર સાથે તળાતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ વાયરલ વીડિયોમાં લોકો બોલી રહ્યા છે બાપા તણાઈ રહ્યા છે. મહિલાઓ ચીસો પાડી રહી છે કે કારની સાથે બાપા તણાઈ રહ્યા છે અને પાળી તૂટી ગઈ છે. આ ઉપરાંત પંચરની દુકાનમાં રહેલા મોટી સંખ્યામાં ટાયરો તણાયા છે. જુનાગઢ જિલ્લામાં ફરી એકવાર આભ ફાટ્યું છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જાેવા મળી રહ્યું છે. જુનાગઢ જિલ્લામાં ફરી એક વખત વિનાશનો વરસાદ જાેવા મળી રહ્યો છે. જુનાગઢ જિલ્લાની ભવનાથ તળેટીમાં પૂરની સ્થિતિ સામે આવી છે. જુનાગઢ જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જાેવા મળી રહ્યું છે. તો બીજી તરફ ગિરનાર પર્વત પરથી ધસમસતા પાણી વહી રહ્યા છે. જુનાગઢ ગીરનાર પર્વત પર ભારે વરસાદ પડ્યો છે. ૨૨૦૦ પગથિયા ઉપર માળી પરબ પાસે સીડી ઉપર વરસાદી પાણીની રમઝટ બોલી રહી છે. પગથીયા ઉપર વહી રહેલું પાણી જાણે સીડી ઉપર નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જુનાગઢ શહેર અને જિલ્લામાં અતિશય વરસાદથી સ્થિતિ વિકટ બની છે. જુનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાણીથી જળબંબાકાર જાેવા મળી રહ્યો છે. રસ્તાઓ જાણે નદી બની ગયા હોય તેવી સ્થિતિ છે. જુનાગઢમાં ચારેકોર અતિશય વરસાદથી રસ્તાઓ પર પાર્ક કરેલી કાર પાણી તરતી જાેવા મળી હતી.

File-02-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *