રાજકોટ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજકોટમાં છે. આજે અનેકવિધ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેઓ સાંજે ખોડલધામના ચેરમેન નરેશ પટેલના ઘરે મુલાકાત કરશે. લોકસભાની ચૂંટણી પહેલા ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નરેશ પટેલને મળવા આવી રહ્યા છે. બન્ને વચ્ચેની મુલાકાતને ઔપચારિક ગણાવવામાં આવી રહી છે. જાેકે શુભેચ્છા મુલાકાત વચ્ચે રાજકારણ ફરી ગરમાય તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભાની ચૂંટણીમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે વિવિધ અટકળો ચાલી હતી. ત્યારે નરેશ પટેલે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતે હાલ પૂરતું રાજકારણમાં જાેડાવવાનો ર્નિણય મોકૂફ રાખ્યો હોવાની જાહેરાત કરી હતી.


