Gujarat

મણીપુરમાં આદિવાસી મહિલા  પર થયેલા અત્યાચારના વિરોધમાં બોડેલી શહેર સંપૂર્ણ બંધ.

બોક્સ
બોડેલીના તમામ વેપારીઓએ બંધના એલાનને લઈને આદિવાસી સમાજને આપ્યું સમર્થન.
આદિવાસી સમાજ દ્વારા છોટાઉદેપુર જિલ્લા ના તમામ તાલુકામાં બંધ કરવા માટે અપીલ કરવામાં આવી હતી
બોડેલી શહેરની તમામ દુકાનો  જોવા મળી બંધ.
મણીપુર માં મહિલાઓ ઉપરના અત્યાચાર ના વિરોધમાં બોડેલીના આદિવાસી સમાજ દ્વારા બોડેલી નગર જડબેસલાખ બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો
.    મણિપુર માં આદિવાસી મહિલાઓ ઓ પર થતા અત્યાચાર ને પગલે બોડેલી તાલુકાના ના આદિવાસી ભાઈ ઓ એ બોડેલી ના બજાર ને બંધ ને એલાન આપતાં બોડેલી ના વેહપારી ભાઈ ઓ એ આજે બોડેલી સજ્જડ બંધ રાખી બંધ ને સમર્થન આપ્યું હતું.
         મણીપુર રાજ્યના કાંગ કોકપી જિલ્લામાં  બે આદિવાસી મહિલાઓને  ઉપર અત્યાચાર કરતી પરેડ કરાવીને તેના વિડીયો વાયરલ કરવાની બાબતે સમગ્ર દેશ વસવાટ કરતા આદિવાસીઓ સહીત આમ નાગરિક પણ ગુસ્સા માં જોવા મળી રહ્યો છે સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ના બાબતે રોષ વ્યક્ત કર્યો છે તેમજ સુપ્રીમ કોર્ટ પણ આકરા પગલા ભરવાનો હુકમ કર્યો છે ત્યારે આદિવાસી મહિલા ઉપરના અત્યાચાર ના વિડિઓ વાઇરલ થતા  સમગ્ર દેશના આદિવાસીઓનો ગુસ્સો ચરમ સીમા એ પોંહચયો છે ગુજરાત રાજ્ય નો છોટાઉદેપુર જિલ્લા આદિવાસી બાહુમુલ્ય ધરાવતો જિલ્લા ગણાય છે જેને લઇ ને જિલ્લા ના આદિવાસી ભાઈ ઓ એ છોટાઉદેપુર જિલ્લા ને બંધ નું એલાન જાહેર કરવામાં આવતા આજે બોડેલી, ઢોકલીયા, અલીખેરવા, ચાચક ના વેહપારી ભાઈ ઓ એ બોડેલી બંધ રાખવા ને સમર્થન આપતાં આજે બોડેલી, અલીખેરવા, ઢોકલીયા, ચાચક નગર ની દુકાન સજ્જડ બંધ રહી હતી.અલીપુરા ચાર રસ્તા પાસે બોડેલી તેમજ તાલુકા આદિવાસી ભાઈ ઓ એકઠા થઈ મણિપૂર માં આદિવાસી મહિલાઓ પર થતા અત્યાચાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમજ વધુ માં આદિવાસી ભાઈ ઓ એ જણાવ્યું હતું કે મણિપુર માં મહિલાઓ ઉપર અત્યાચાર થયો છે તે  એક મહિલાછે જેનો પતિ કારગિલ બોર્ડર ઉપર ફરજ બજાવતો હોવા છતાં પોતાની પત્નિ ને નહિ બચાવી સકતા હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો છે તેમજ આ હિંસા ને ગમે તેમ કરી ને રોકવાની અપીલ કરી છે તેવો વિડિઓ વાઇરલ થયો હોવાનું જણાવ્યું હતું સાથે સાથે મણિપુર ની ભોગ બનેલી મહિલાઓ ને ન્યાય મળે તેવી માંગ કરી હતી
બોક્સ
બોડેલીના તમામ વેપારીઓએ બંધના એલાનને લઈને આદિવાસી સમાજને આપ્યું સમર્થન
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230723-WA0051.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *