મણીપુરમાં આદિવાસી મહિલા પર થયેલા અત્યાચારના વિરોધમાં બોડેલી શહેર સંપૂર્ણ બંધ.
બોડેલીના તમામ વેપારીઓએ બંધના એલાનને લઈને આદિવાસી સમાજને સમર્થન આપ્યું છે
મણીપુર માં મહિલાઓ ઉપરના અત્યાચાર ના વિરોધમાં બોડેલીના આદિવાસી સમાજ દ્વારા બોડેલી નગર જડબેસલાખ બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો
. મણિપુર માં આદિવાસી મહિલાઓ ઓ પર થતા અત્યાચાર ને પગલે બોડેલી તાલુકાના ના આદિવાસી ભાઈ ઓ એ બોડેલી ના બજાર ને બંધ ને એલાન આપતાં બોડેલી ના વેહપારી ભાઈ ઓ એ આજે બોડેલી સજ્જડ બંધ રાખી બંધ ને સમર્થન આપ્યું હતું. ત્યારે વિરોધ પ્રદર્શનને લઈને નીચે બેસીને પ્રદર્શન કરી રહેલા આદિવાસી સમાજના લોકોને પોલીસ દ્વારા પોલીસ ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા બોડેલી અલીપુરા ચાર રસ્તા પર મણીપુર ની ઘટનાને લઈને વિરોધ પ્રદર્શન કરી રહેલા આદિવાસી સમાજના લોકોને પોલીસ દ્વારા પોલીસ ગાડીમાં બેસાડીને અટકાયત કરવામાં આવ્યા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


